ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસીસ (FSB) અને બેંક ઓફ ઈંગ્લેન્ડે બેંક નોટ ચેકીંગ સ્કીમ માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે જેથી નાના બિઝનેસીસને નકલી નોટ સ્વીકારવા સાથે સંકળાયેલા જોખમોથી રક્ષણ મળે. FSBએ આગાહી કરે છે કે નાના બિઝનેસીસને થતી રોકડ ચૂકવણીમાં ક્રિસમસ દરમિયાન વધારો થશે.

નવી પોલિમર નોટ્સના આગમન અને કાયદાના અમલીકરણની સફળતાએ નકલી નોટ્સમાં ઘટાડો કર્યો છે. જો કે, સમગ્ર યુકેમાં બિઝનેસીસને હજુ છેતરવામાં આવી રહ્યા છે અને જે બિઝનેસીસ નકલી નોટ્સ સ્વીકારે છે તેમને વારંવાર નિશાન બનાવી શકાય છે. ગુનેગારો £20 અથવા £50 જેવી નોટનો ઉપયોગ કરીને ઓછી કિંમતની વસ્તુઓ ખરીદે છે. 25 ટકા નાના હાઈ સ્ટ્રીટ બિઝનેસના ગ્રાહકો હજુ પણ રોકડથી માલ ખરીદે છે.

FSBના સંશોધન મુજબ, બિઝનેસીસે જાગ્રત રહેવાની જરૂર છે અને તેઓ હવે આ મુદ્દે જાગૃતિ લાવવા માટે તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરશે અને પોતાના સભ્યોને નકલી નોટોના ઉપયોગથી વાકેફ કરશે. તેમને ટૂલ્સથી સજ્જ કરવામાં આવશે.

બેંક ઓફ ઈંગ્લેન્ડની બેંક નોટ ચેકિંગ સ્કીમમાં બિઝનેસીસ મફત જોડાઇ શકે છે અને તેમને તાલીમ સામગ્રી પ્રદાન કરે છે. નાના બિઝનેસીસ https://www.bankofengland.co.uk/banknotes/banknote-checking-scheme પર બેંકનોટ ચેકિંગ સ્કીમમાં મફતમાં સાઇન અપ કરી શકે છે.

LEAVE A REPLY