મેટાના ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામના વિશ્વભરમાં રહેતા વપરાશકારોએ તા. 5ના રોજ સમસ્યાઓનો અનુભવ કર્યો હતો. યુકેના સમય મુજબ આશરે 3.40 કલાકે અને ET સમય મુજબ સવારે 10 કલાકે પ્લેટફોર્મ્સ પર મુશ્કેલી સર્જાઇ હતી. જેને કારણે ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામના વિશ્વભરના હજારો વપરાશકર્તાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઍક્સેસ કરવામાં અસમર્થ બન્યા હતા. જો કે તે બે કલાક બાદ શરૂ થઇ ગયા હતા.
આ સમસ્યાઓની અસર સોશિયલ મીડિયા સાઇટ્સની એપ્સ અને વેબસાઇટ બંનેને અસર કરી રહી છે અને ભારત, યુકે તથા અમેરિકામાં બંધ થયા હતા.
ઓનલાઈન આઉટેજને મોનિટર કરતા DownDetectorના જણાવ્યા મુજબ અમેરિકામાં કે 200,000 થી વધુ અને ઇન્સ્ટાગ્રામના 30,000 થી વધુ લોકોએ સમસ્યાની જાણ કરી હતી. સેંજર પર આ સંખ્યા 8,000 થી થોડી વધારે છે. ફેસબુક અને મેસેન્જરના વપરાશકર્તાઓને લોગઆઉટ કરી દેવાયા હતા અને તેઓ પાછા લૉગ ઇન કરવામાં અસમર્થ થયા હતા. જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝ ફીડમાં એરર મેસેજ જોવા મળતો હતો.