ફેસબૂકે ગુરુવારે તેની માલિક કંપનીનું નામ બદલીને “મેટા” કર્યું છે. આ સોસિયલ જાયન્ટે સ્કેન્ડલગ્રસ્ત સોસિયલ નેટવર્કમાંથી હવે ભવિષ્ય માટે વર્ચ્યુઅલ રિયાલિટી વિઝન તરફ આગળ વધવાના પ્રયાસના ભાગરૂપે આ રિબ્રાન્ડિંગ કર્યું છે.
જોકે વિશ્વમાં અબજો લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવેલા ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ તેમનું નામ જાળવી રાખશે. એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સમાં ફેસબૂકના સીઇઓ ઝકરબર્ગે જણાવ્યું હતું કે અમે સોસિયસ મુદ્દા સાથે સ્ટ્રગલ કરતાં ઘણું શીખ્યા છે અને એક બંધ પ્લેટફોર્મમાં રહ્યાં છીએ. હવે અમે શીખ્યા છીએ તેનો ઉપયોગ કરીને નવા ચેપ્ટરનું નિર્માણ કરવાનો સમય છે. મને જાહેરાત કરતાં ગર્વ થાય છે કે આજથી અમારી કંપની હવે મેટા છે. અમારું મિશન સમાન છે.
ઝકરબર્ગે જણાવ્યું હતું કે તેમની કંપની ભવિષ્ય માટે એના વર્ચ્યુઅલ-રિયાલિટી વિઝનને સમાવી લેવાના પ્રયાસમાં પોતાને ‘મેટા’ (Meta) તરીકે રિબ્રાન્ડ કરી રહી છે, જેને ઝકરબર્ગ “મેટાવર્સ” કહે છે.
19 ઓક્ટોબરે ઈશારો કર્યો હતો કે ફેસબુક હવે પોતાનું નામ બદલવા જઈ રહી છે. માર્ક ઝકરબર્ગ ઈચ્છે છે કે ફેસબુકને માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ ન સમજવામાં આવે. જોકે કેટલાક લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે ઝકરબર્ગનો આ નિર્ણય ‘ફેસબુક પેપર્સ’ વિવાદ પરથી લોકોનું ધ્યાન બદલવાનો પ્રયાસ હોવાનું પણ જણાય છે.