એન્ટી ટ્રસ્ટ નિષ્ણાતોના જણાવ્યાનુસાર બે એન્ટી ટ્રસ્ટ કેસોનો સામનો કરી રહેલા ફેસબુકે ભાગલા, બિઝનેસમાં ફેરફાર કરવા પડશે અથવા તેના સરકારી પડકારોને ખોટા પાડી કેસોમાં વિજય મેળવવો પડશે પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં વર્ષો લાગી જશે તે નિશ્ચિંત છે.
ફેડરલ ટ્રેડ કમિશન અને મુખ્ય રાષ્ટ્રોનું જોડાણ ઇચ્છે છે કે, “બાય ઓર બરી”ની નીતિ અપનાવી નાના વિરોધીઓને દૂર રાખ્યાના સંજોગોમાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનું વેચાણ થવું જોઇએ. આ કેસમાં સરકારનો વિજય થાય તો જજ એવું રૂલિંગ આપી શકે કે ફસબુકે ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ અને મેસેજિંગ એપ વોટ્સએપમાંથી નીકળી જવું.
કાર્ડોઝો લોમાં શિક્ષણ આપતા સેમ વેઇન્સ્ટેઇનના કહેવા પ્રમાણે મેરીટના ધોરણે આ મજબૂત કેસ છે જેનો નિવેડો અઘરો છે. કારણ કે ભાગલા એ માન્ય ઉકેલ ગણાય નહીં. પરંતુ આ કેસમાં તે શક્ય છે.
બિઝનેસના નાના પાયે ભાગલા પણ આમ તો સામાન્ય નથી પરંતુ 2014માં ન્યાય વિભાગે પાવર રીવ્યૂની ખરીદી માટે બઝર વોઇસ સામે કેસ માંડ્યો હતો. આ જ પ્રમાણે 1982માં ટેલિફોન કંપની એટીટીના ભાગલાની ફરજ પડાઇ હતી.
ફેડરલ ટ્રેડ કમિશનની તપાસ વખતે ફેસબુકે 5 બિલિયન ડોલર ચૂકવવાની સંમતિ આપી હતી પરંતુ હવે ફેસબુક એવી દલીલ કરે છે કે 2012માં ઇન્સ્ટાગ્રામ ડીલ ટ્રેડ કમિશનની મંજૂરીથી જ થયો હતો. દરમિયાનમાં નવનિયુક્ત પ્રમુખ બાઈડેનના આગંતૂક વહીવટીતંત્રે આ મામલે કોઇ પ્રતિભાવ આપ્યો ન હતો.