Relief from heatwave forecast for India for five days

વૈશ્વિક જળવાયુ પરિવર્તનના કારણે આ વર્ષે અમેરિકાવાસીઓને પણ પ્રચંડ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કેલિફોર્નિયાથી લઇને એરિઝોના સુધીનું તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. અમેરિકામાં સત્તાવાર રીતે ઉનાળો શરૂ થવામાં હજુ બે અઠવાડિયાનો સમય બાકી છે ત્યારે ઘણા વિસ્તારોમાં ગરમી પડવાની શરૂઆત થઈ છે. સ્થાનિક નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ “એરિઝોના અને નેવાડામાં વધુ પડતી ગરમી માટે ‘હીટ એલર્ટ’ ઇસ્યુ કરવામાં આવ્યું છે. જ્યારે લાસ વેગાસમાં હીટ એલર્ટને શનિવાર સુધી લંબાવવાની ફરજ પડી હતી.” ફિનીક્સમાં ગુરુવારે તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની રેકોર્ડ ઊંચાઇએ પહોંચ્યું હતું. ફિનિક્સમાં યોજાયેલી ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભામાં 11 લોકો બપોરે ગરમીને કારણે બિમાર થઇ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી. લાસ વેગાસમાં પણ ગુરુવારે 43.8 ડિગ્રી સેલ્સિયસનો નવો રેકોર્ડ નોંધાયો હતો. વધુ પડતી ગરમીને કારણે નવ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી. એરિઝોનાના ઘણા વિસ્તારો, કેલિફોર્નિયા અને નેવાડામાં પણ ગરમીના નવા રેકોર્ડ સર્જાયા હતા. ડેથ વેલી નેશનલ પાર્કમાં તાપમાન 1996ના 49.4 ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડને વટાવી 50 ડિગ્રીએ પહોંચ્યું હતું. આ વર્ષે ગરમી સમય કરતાં વહેલી શરૂ થઈ છે. જોકે, નેશનલ વેધર સર્વિસે શનિ-રવિમાં ગરમીમાંથી થોડી રાહત મળવાની આગાહી કરી હતી. જોકે, ઘટાડા પછી પણ મધ્ય અને દક્ષિણ એરિઝોનામાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભવના છે.

LEAVE A REPLY