પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વેડા ગામમાં ગુરુવારે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ડિલિવરી કરાયેલી ઈલેક્ટ્રોનિક આઈટમમાં વિસ્ફોટ થતાં પિતા-પુત્રીનીનું મૃત્યુ થયું હતું અને બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પોલીસે જણાવ્યું હતું કે પાર્સલની ડિલિવરી એક અજાણ્યા વ્યક્તિએ કરી હતી અને ઈલેક્ટ્રોનિક આઈટમને પ્લગ ઈન કરવામાં આવતાની સાથે ધડાકો થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો સહિત અન્ય લોકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા છવાણી ગામે જીતેન્દ્ર હીરાભાઈ વણઝારાના નામનું પાર્સલ આવ્યું હતું. તેમણે હોમ થિયેટર સાઉન્ડ સિસ્ટમ મંગાવી હતી જે ચાલુ કરતાં  જ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં 330 વર્ષીય જીતુભાઈ વણઝારા અને તેમની 14 વર્ષની પુત્રી ભૂમિબેન જીતુભાઈ વણઝારાનું મૃત્યુ થયું હતું. અન્ય બે યુવતીઓ શિલ્પા વિપુલભાઈ વણઝારા અને છાયાન જીતુભાઈ વણઝારાને પણ ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં વડાલી પોલીસ, ડીવાયએસપી અને જિલ્લા એલસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ પાર્સલ કેવી રીતે આવ્યું, કોણે પહોંચાડ્યું અને કેવી રીતે વિસ્ફોટ થયો તેની તપાસ હાથ ધરી હતી. જીતુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતી વખતે તેનું મોત થયું હતું.

LEAVE A REPLY