Ex-firemen will also get 10% reservation in CISF
અગ્નિવીરની પ્રથમ બેચ (ANI Photo)

મહત્વાકાંક્ષી અગ્નિપથ યોજનાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉચ્ચ વય-મર્યાદામાં છૂટછાટ સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીર માટે 10 ટકા અનામતની શુક્રવારે જાહેરાત કરી હતી.

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ સુધી છૂટછાટ મળશે. અન્ય બેચના ઉમેદવારો માટે આ વયમર્યાદામાં ત્રણ વર્ષ સુધી છૂટછાટ મળશે. ભૂતપૂર્વ અગ્નિવીરોને પણ શારીરિક કાર્યક્ષમતા ટેસ્ટમાં પણ મુક્તિ અપાશે.

કેન્દ્રએ ગયા વર્ષે 14 જૂને આર્મી, નેવી અને એરફોર્સમાં 21 વર્ષ સુધીની વયના યુવાનોની ભરતી માટે અગ્નિપથ યોજના શરૂ કરી હતી. આ યોજના મુજબ ચાર વર્ષના કોન્ટ્રાક્ટ આધારે ભરતી થશે. આ યોજના હેઠળ ભરતી કરાયેલા ‘અગ્નિવીર’ તરીકે ઓળખાય છે. ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થયા પછી દરેક બેચમાંથી 25 ટકા અગ્નિવીરને રેગ્યુલર સર્વિસમાં સામેલ કરાશે. તે સમયે, ગૃહ મંત્રાલયે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને આસામ રાઇફલ્સમાં 10 ટકા ખાલી જગ્યાઓ 75 ટકા અગ્નિવીર માટે અનામત રાખવામાં આવશે.

અર્ધલશ્કરી દળોમાં ભરતી માટેની વય મર્યાદા 18-23 વર્ષ છે. અગ્નિપથ યોજના હેઠળ પ્રથમ બેચમાં 21 વર્ષની ઉપલી વય મર્યાદામાં પણ સશસ્ત્ર દળોમાં જોડાયેલા અગ્નિવીર ચાર વર્ષની સેવા પછી 30 વર્ષની ઉંમર સુધી બીએસએફમાં ભરતી થઈ શકે છે. પછીના બેચના અગ્નિવીરો 28 વર્ષ સુધી બીએસએફમાં ભરતી થઈ શકશે.

અર્ધલશ્કરી દળોમાં અગ્નિવીરોને સમાવી લેવાનો ગૃહ મંત્રાલયનો નિર્ણય મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી ભૂતપૂર્વ અગ્નિવીરોને નિવૃત્તિની ઉંમર સુધી રોજગારની તકો મેળવવામાં મદદ મળશે. અર્ધલશ્કરી દળોને પણ ફાયદો થશે, કારણ કે તેમને 70,000થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે તાલિમબદ્ધ સૈનિકો મળશે.

LEAVE A REPLY