વિરોધ પક્ષોની ટીકાની પરવા કર્યા વગર આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે આસામમાં સરકારી અને જંગલની જમીનને ખાલી કરાવવાની ઝુંબેશ ચાલુ રહેશે. હિંદુ હોય કે મુસલમાન હોય, તમામ લોકોએ સરકારી જમીનો ખાલી કરવી પડશે. અમે અતિક્રમણ કરનારાઓને અનુરોધ કરીએ છીએ કે તેઓ ત્યાંથી નીકળી જાય નહીં તો અમે ત્યાંથી હકાલપટ્ટી કરીશું.
રાજ્યના નાગોઆન જિલ્લામાં આ સપ્તાહના પ્રારંભમાં ગેરકાયદે કબજેદારો પાસેથી જમીન ખાલી કરાવાની મોટી ઝુંબેશ પછી તેમણે આ નિવેદન આપ્યું છે. અગાઉ નાગોઆન જિલ્લાના બટાદ્રાવા ખાતે મધ્યયુગીન વૈષ્ણવ સંત શંકરદેવના જન્મસ્થળની નજીકમાં આવેલી સરકારી જમીનમાંથી 5,000થી વધુ અતિક્રમણકારોને ભગાડી મૂકવામાં આવ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય કમલાખ્યા ડે પુરકાયસ્થે શરૂ કરેલી ઝીરો અવર ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દબાણ હટાવવાની કામગીરી સતત ચાલતી પ્રક્રિયા છે અને તે અને તે અટકશે નહીં. તેના વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી. અમે જંગલ અને સરકારી જમીન તેમજ બટાદ્રાવા દબાણકર્તાઓને હટાવીને રહીશું.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે હકાલપટ્ટી કરાયેલા અને ખરેખર જમીનવિહોણા હતા, તેવા ઘણા લોકોને ઓળખપત્રોની ચકાસણી કર્યા પછી સરકાર દ્વારા અલગ-અલગ જગ્યાએ જમીન માલિકીના દસ્તાવેજો આપવામાં આવ્યા છે.
દબાણ વિરોધી ઝુંબેશ દરમિયાન તગેડી મૂકવામાં આવ્યા છે તેવા મોટાભાગના લોકો બંગાળી ભાષી મુસ્લિમો છે. તેનાથી બીજા ધર્મના લોકોને પણ અસર થઈ છે. તેમણે જણાવ્યું હતું કે “બટાદરવાએ સતત કોંગ્રેસને મત આપ્યો છે. પાર્ટીએ છેલ્લા 75 વર્ષોમાં લોકોને જમીન પટ્ટા કેમ ન આપ્યા. શર્માએ સૂચન કર્યું હતું કે જમીનનું વિભાજન ન થાય તે માટે લોકોએ કુટુંબ નિયોજનનની વિચારણા કરવી જોઇએ.