નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે બજેટ 2020 રજૂ કરી રહ્યાં છે. ત્યારે શિક્ષણ માટે મોદી સરકારે પટારો ખોલ્યો છે. શિક્ષણ ક્ષેત્રે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. શિક્ષણ ક્ષેત્રે FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને આવરી લેવામાં આવશે. નવી શિક્ષણ નીતિની ઝડથી થશે જાહેરાત. શિક્ષણ ક્ષેત્રે મોદી સરકાર લાવશે એફડીઆઇ.
બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિની ટૂંક સમયમાં ઘોષણા કરવામાં આવશે. અમારે નવા લેબ બનાવવા પડશે. શિક્ષણ ક્ષેત્રમાં મોટા રોકાણની જરૂરિયાત છે. શિક્ષણ માટે એફડીઆઇ લાવવામાં આવશે. સ્ટડી ઇન ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવશે.
દરેક જિલ્લામાં મેડિકલ કોલેજમાં હવે ઑનલાઇન ડિગ્રી લેવલ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. ટૂંક સમયમાં સરકાર તરફથી નવી શિક્ષણ નીતિની ઘોષણા કરવામાં આવશે. જિલ્લા હોસ્પિટલોમાં હવે મેડિકલ કોલેજ બનાવવાની યોજના પણ બનાવવામાં આવશે.લોકલ સંસ્થામાં કામ કરવા માટે યુવા એન્જિનિયર્સને ઇન્ટર્નશિપની સુવિધા આપવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણનું સ્તર ઉચુ લાવવા માટે સરકાર કામ કરી રહી છે, દુનિયાના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ માટે સુવિધાઓ આપવામાં આવશે. ભારતના વિદ્યાર્થીઓને પણ એશિયા, આફ્રિકાના દેશોમાં મોકલવામાં આવશે. રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી, રાષ્ટ્રીય ન્યાયિક વિજ્ઞાન યુનિવર્સિટી બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. ડોક્ટરો માટે એક બ્રિજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. જેથી પ્રેક્ટિસ કરનાર ડોક્ટરોને પ્રોફેશનલ વાતો વિશે શીખવવામાં આવી શકે.
આ સાથે જ નિર્મલા સીતારમણે સ્કીલ ડેવલપમેન્ટ માટે 3 હજાર કરોડનો પ્રસ્તાવ મૂક્યો છે. બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિની ટૂંક સમયમાં ઘોષણા કરવામાં આવશે. અમારે નવા લેબ બનાવવા પડશે. શિક્ષણ ક્ષેત્રમાં મોટા રોકાણની જરૂરિયાત છે. શિક્ષણ માટે એફડીઆઇ લાવવામાં આવશે. સ્ટડી ઇન ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવશે.