- કલગી ઠાકર દલાલ
કહેવાય છે ને કે ફેશન ની દુનિયામાં ટ્રેન્ડ્સ દર પળે પળમાં બદલાતા હોય છે. દરરોજ કશું નવું અને કંઈક ખાસ જોવા મળે છે. કોકો શેનલ નામના એક ખુબ મોટા ડિઝાઈનર થઇ ગયા, જેમણે કહેલું “ફેશન ચેન્જિસ, બટ સ્ટાઇલ એન્ડયુરસ.” ખુબ સાચી વાત છે. આજના ફેશનવર્લ્ડમાં કેટલીક સ્ટાઇલ્સ છે જે આજે પણ એટલી જ પસંદ કરવામાં આવે છે જેને આપણે એવરગ્રીનસ્ટાઇલ્સ પણ કહી શકાય. જે સ્ટાઇલ્સ હંમેશા તમારા વોડ્રોબમાં રાખશો તો તમે પણ આઉટ ઓફ ફેશન ક્યારે પણ નહિ થાઓ! આજે એવી કેટલીક ફેશનેબલ વસ્ત્રો અને વસ્તુઓ ની વાત કરીશું. જે યાદી માં સૌ પ્રથમ આવે છે જિન્સ. જિન્સ એટલે ડેનિમ્સ, જે ક્યારેય આઉટ ઓફ ફેશન નથી જતું. હા, જિન્સ ના કટ અને સ્ટાઇલમાં થોડો ફરક આવે છે. જેમકે ક્યારેક બેગી, ક્યારેક બૂટકટ, ક્યારેક સ્લીમફીટ, સ્કીંનીફિટ તો ક્યારેક સ્ટ્રેટફીટ. આ બધી સ્ટાઇલમાં સ્ટ્રેટકટ હંમેશા ઈન સ્ટાઇલમાં રહે છે. જયારે પણ શું પહેરવું એનું કન્ફુઝન થાય ત્યારે જિન્સ પહેરી લેવું.હંમેશા સ્ટાઈલિશ લાગશો. એટલે તમારા કબાટમાં કાયમ ૨–૩ ડેનિમ રાખવા.
આગળ વાત કરીયે એલબીડી ની. પાર્ટીમાં જવું હોય કે ડિનરમાં… એવર ગ્રીન છે એલબીડી. એલબીડી એટલે લિટલ બ્લેક ડ્રેસ. બ્લેક રંગ હંમેશા તમને સ્લિમ અને ટ્રિમ લાગવામાં મદદ કરશે અને હંમેશા તમારા લૂક ને એક અનોખી સ્ટાઇલ આપશે.
પોલ્કા ડોટ
એક સમય હતો જયારે બ્લેક પર વાઈટ અને વાઈટ પર બ્લેક પોલ્કા ડોટ ફેશનવર્લ્ડમાં ધૂમ મચાવતા હતા.બ્લેક એન્ડ વાઈટ ફિલ્મો થી લઈને ૭૦ અને ૮૦ ના દાયકાની અભિનેત્રીઓ પોલ્કા ડોટ્સ ના ડ્રેસ માં જોવા મળતી હતી. અને આજે પણ આ દૌર ચાલુ જ છે. અનુષ્કા શર્મા થી લઈને કૈટરીના કૈફ પોલ્કા ડોટમાં જોવા મળે છે.ભલે હવે થોડી અલગ સ્ટાઇલ અને કલરમાં જોવા મળે છે, છતાં પણ બોબી મૂવી નો બ્લેક એન્ડ વાઈટ પોલ્કા ડોટવાળો ડ્રેસ આજે પણ એટલો જ હિટ અને હોટ છે.
હવે વાત કરીયે સાડીની
સાડી એક રીતે જોઈએ તો સુરક્ષા કવચ જેવી છે. બહાર જવાનું હોય અને ખ્યાલ ના આવતો હોય કે શું પહેરવું ત્યારે સાડી હંમેશા તમારા બચાવ માં રહેશે. સાડીનો ટ્રેન્ડ સદીઓથી છે અને સદીઓ સુધી રહેવાનો. બ્લાઉઝ ની સ્ટાઇલ અને પેટર્ન બદલાતા રહેશે પણ સાડી એવર ગ્રીન ઓપ્શન છે. તમે સાડી ને મોર્ડર્ન અને ટ્રેડિશનલ એમ બધી જગ્યા પર પહેરી શકો છો બસ થોડી બ્લાઉઝ ની ડિઝાઇન અને પેટર્ન બદલાતા રહેવાનું. આ ઉપરાંત સાડી ને પહેરવાની અલગ અલગ રીતો પણ છે જેનાથી તમે જુદો જુદો લૂક કરી શકો.
આ એવર ગ્રીન લિસ્ટમાં આગળ આવે છે ડેનિમ જેકેટ્સ
હવે શિયાળાની ઋતુ આવશે એટલે જેકેટ્સની સીઝન ફરી ચાલુ થશે.ભલે વર્ષો જતા જેકેટ્સ ની સ્ટાઇલ બદલાઈ પણ ડેનિમ જેકેટ્સની ફેશન હંમેશા રહેશે. તો તેને તમારા લિસ્ટમાં મુકવાનું અચૂકપણે ભૂલતા નહિ.
wrist વૉચ સ્ટાઇલની વાત કરીએ અને wrist વોચ રહી જાય એ કેમ બને?
wrist વોચ તમને હંમેશા classic લૂક આપશે. કોઈ પણ પ્રસંગ હોય તમે wrist વોચ નો ઉપયોગ એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે કરી શકો છો.આજે તો માર્કેટ માં સ્માર્ટ વોચ થી માંડીને બીજી ઘણી designer વોચિસ જોવા મળે છે. ટ્વિન્કલ ખન્નાની ગોલ્ડ સ્નેક વોચ ખુબ જ ફેશન માં આવી હતી. જે ખુબ સારી accessories પણ બની રહેશે.
ફેશન ની વાત માં પેન્સીલ સ્કર્ટ ને કેમ ભુલાય? પેન્સીલ સ્કર્ટ હંમેશા સ્ટાઈલિશ લાગે છે.આ પહેરવાથી સિમ્પલ લૂક પણ સરસ લાગે છે. પેન્સીલ સ્કર્ટ ની સાથે બ્લેક બ્લૅઝર હંમેશા સાથે રાખવું. આ ટ્રેન્ડ ક્યારે પણ આઉટ નથી થતો.
સ્ટોલ
સ્કાર્ફ કે સ્ટોલ પહેરવાથી સાડી ટી–શર્ટ પણ એક ફોર્મલ લૂક આપશે.હંમેશા સ્ટાઈલમાં સ્ટોલને મહત્વ આપવું એ એવર ગ્રીન લાગશે.
સ્ટાઇલ ની વાત કરતા હોઈએ તો બેઝિક ટી–શર્ટ કેમ ભૂલાય…
આજ– કાલ મૂવીનું પ્રમોશન હોય કે ટીવી–શૉ હોય,બધે જ પ્લેઇન બેઝિક ટી–શર્ટ દરેક અભિનેતા અને અભિનેત્રીઓ પહેરવાનું પસંદ કરે છે. જિન્સ કે fashionable ટ્રાઉઝર અને એની ઉપર બેઝિક ટી–શર્ટ પહેરવાથી સ્ટાઇલ ની સાથે કમ્ફર્ટ લૂક પણ આપે છે.બેઝિક ટી–શર્ટ વગર કોઈનું સ્ટાઇલનું લિસ્ટ પૂરું ના થાય.
સ્પોર્ટ શૂઝ
સ્પોર્ટ શૂઝ ક્યારે પણ આઉટ ઓફ ટ્રેન્ડ નથી થતા. એ ખુબ જ કામના છે. રનિંગ થી લઈને કેઝ્યુઅલ લૂક–દરેકમાં કામ લાગે છે,અને કમ્ફર્ટ મળે તે અલગ.
સ્વેટશર્ટ
એરપોર્ટ લૂક હોય કે મૂવી લૂક હોય…સ્વેટશર્ટ વગર એ પૂરો ના ગણાય. આમ તો ખાસ શિયાળામાં પહેરાય છે, પણ ક્યારેય ટ્રેન્ડ ની વાત એના વગર પુરી ના થાય. ખુબ જ ‘કૂલ‘ લૂક આપનાર સ્વેટશર્ટ પ્રેગનેંસીમાં પણ કમ્ફર્ટેબલી પહેરી શકાય તથા ખુબ જ ટ્રેન્ડી લાગે છે.
ફ્લેટ્સ
હિલ્સ, વેજિસ અને એવા ઘણા પ્રકારના ચંપલો છે માર્કેટમાં પણ ફ્લેટ્સનો શોખ હંમેશા લોકોમાં જોવા મળે છે.ફ્લેટ્સ પહેરવામાં ખુબ જ કમ્ફર્ટ આપે છે અને દેખાવ માં પણ આકર્ષક લાગે છે, તો આનાથી વધારે શું જોઈએ? કોલ્હાપુરી ચપ્પલ ને પણ આ લિસ્ટ માંથી કેમ બાકાત રાખી શકાય! કોઈ પણ સમયની ફેશનની વાત હોય, દરેકમાં આ ચપ્પલ ને સ્થાન મળ્યું છે. આજકાલ તો લખનવી કુર્તી ની નીચે કોલ્હાપુરી ચપ્પલ નો ક્રેઝ સ્ત્રીઓ માં તથા કોલેજ જતી યુવતીઓમાં જોવા મળે છે. આ ઉપરાંત અફઘાની સલવારે પણ ધૂમ મચાવી છે.
ફેશન ની વાત કરીયે ત્યારે સૌ પ્રથમ આપણને મનમાં લૂક સારો અને મોર્ડન દેખાવ જ આવે, પણ એની સાથે કમ્ફર્ટની અવગણના જરા પણ ના કરાય. આજના સ્ટ્રેસસ્ફુલ સમય માં ફેશન અને કમ્ફર્ટ હેન્ડ–ઈન–હેન્ડ જ હોય છે. આપણે વાત કરી તે સિવાય ઘણી બધી હેન્ડબેગનો પણ સમાવેશ થાય છે. જો સારા કપડાં, ચપ્પલ, ઘડિયાળ એન્ડ સારી હેન્ડબેગ સાથે હોય તો એક કમ્પ્લીટ લૂક લાગે છે. એની સાથે સાથે સારું પરફયુમ અને ચોખ્ખા નખ, બસ તમે પણ બની ગયા તમારા જીવન ના અભિનેત્રી કે અભિનેતા. આ સત્તત બદલાતા ટ્રેન્ડમાં તમે પણ જોડાઈ જાઓ અને જીવનને ખુબ એન્જોય કરો.