અમેરિકામાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન પણ ઘણીવાર ચીનના જાસૂસી બલૂન જોવા મળ્યા હતા. આમાંથી ત્રણ પ્રસંગોમાં સ્પાય બલૂન અમેરિકાના સંવેદનશીલ ગણાવતા લશ્કરી મથકો અને તાલીમ વિસ્તારમાં જોવા મળ્યા હતા.
ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ટેક્સાસ, ફ્લોરિડા અને હવાઇ તથા ગુઆમ પેસિફિક આઇલેન્ડમાં ચીની બલૂન જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં અમેરિકાના નૌકાદળ અને હવાઇદળના મથકો છે. નોર્ફોક, વર્જિનિયા અને કોરોનાડો, કેલિફોર્નિયામાં બલૂન ઉડતા જોવા મળ્યા હતા. કોરોનાડો અને કેલિફોર્નિયાના પોર્ટમાં અમેરિકાના મહત્ત્વના એરફ્રાક્ટ કેરિયર્સ લંગારેલા હોય છે.
ગુઆમ અને નોર્ફોકના આકાશમાં જોવા મળેલા બલૂનમાં રડાર-જામિંગ ક્ષમતા હોવાનું માનવામાં આવતું હતું. નોર્ફોક અને કોરોનાડો નજીકના બલૂન બંને નીચી ઉંચાઈએ હતા, પરંતુ યુએસ એર સ્પેસમાં હતા. ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન જોવામાં આવેલ એરફ્રાક્ટ કદમાં નાનું હતું અને યુએસ એરસ્પેસમાં થોડા સમય માટે જ દેખાયું હતું.