યુરોપીયન પાર્લામેન્ટે રશિયાને આતંકવાદ સમર્થક દેશ જાહેર કરીને એવી દલીલ કરી છે કે, મોસ્કોની મિલિટરીએ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટલ્સ, સ્કૂલો અને આશ્રય સ્થાનો જેવા પર હુમલા કરી નાગરિકોને લક્ષ્યાંક બનાવીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. યુરોપીયન લોમેકર્સે રશિયાને આંતકવાદ સમર્થક દેશ જાહેર કરવા અંગેના ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. યુરોપીયન પાર્લામેન્ટની આ કાર્યવાહી પ્રતીકાત્મક છે, કારણ કે યુરોપિયન યુનિયન પાસે તેને સમર્થન આપવા માટે કોઈ કાયદાકીય માળખું ઉપલબ્ધ નથી. આ જ સમયે, યુક્રેન પર હુમલા અંગે રશિયા પર અગાઉથી જ અભૂતપૂર્વ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.

યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સકીએ અમેરિકા અને અન્ય દેશોને રશિયાને આતંકવાદ સમર્થક દેશ જાહેર કરવા વિનંતી કરી છે, રશિયાની સેના પર પર નાગરિકોને લક્ષ્યાંક બનાવવાનો આરોપ મૂક્યો હતો, જોકે, રશિયાએ આ આરોપને ફગાવ્યો છે.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને અત્યાર સુધી કોંગ્રેસની બંને ચેમ્બરમાં ઠરાવો કરવા છતાં રશિયાને આતંકવાદ સમર્થક દેશ ઠેરવવાનો ઇનકાર કર્યો છે.

યુરોપિયન પાર્લામેન્ટરી રીસર્ચ સર્વિસ મુજબ યુરોપિયન યુનિયનમાં ચાર દેશોની પાર્લામેન્ટે અત્યાર સુધી રશિયાને આતંકવાદ સમર્થક દેશ ગણાવ્યો છે, જેમાં લિથુઆનિયા, લેટિવિયા, ઇસ્ટોનિયા અને પોલેન્ડનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY