વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ મંગળવાર (18 જુલાઇ)એ જણાવ્યું હતું કે યુરોપમાં દેશોમાં કોરોના વાયરસના કેસ છેલ્લા છ અઠવાડિયામાં ત્રણ ગણા વધી ગયા છે, જે વૈશ્વિક સ્તરે થયેલા કુલ કેસના લગભગ અડધા છે. દરમિયાનમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર પણ બમણો થયો છે, જો કે ICUમાં ઓછા દર્દીઓ છે.
WHOના યુરોપના ડિરેક્ટર ડૉ. હંસ ક્લુગે COVID-19ને ભયંકર અને સંભવિત જીવલેણ રોગ તરીકે વર્ણવ્યું હતું, જેને લોકોએ ઓછો આંકવો જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે ઓમિક્રોનના વધુ ચેપી પેટા પ્રકારો સમગ્ર ખંડમાં રોગના નવા વેવનું કારણ બની રહ્યા છે અને વારંવાર સંક્રમણ લાંબા ગાળાના કોવિડ તરફ દોરી શકે છે. ક્લુગે કહ્યું, “કેસો વધવાની સાથે, હોસ્પિટલમાં દાખલ થવાનો દર પણ વધી રહ્યો છે.
આગામી સિઝન દરમિયાન COVID-19નો મુકાબલો કરવા માટે WHOની વ્યૂહરચના નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને બીજો બૂસ્ટર ડોઝની આપવા, બંધ સ્થળોએ તથા જાહેર પરિવહનોમાં માસ્ક પહેરવા તથા શાળાઓ અને ઑફિસોમાં હવા ઉજાસને જાળવવાનું જણાવવામાં આવ્યું છે.