પ્રતિક તસવીર

યુકેના લગભગ અડધા એટલે કે યુકેમાં 45 ટકા ટીવી દર્શકો કહે છે કે વંશીય લઘુમતીઓ વસ્તી કરતા વધુ પ્રમાણમાં ટેલિવિઝન પર પ્રતિનિધિત્વ કરે છે.  યુગોવના  પોલમાં જાણવા મળ્યું છે કે 44 ટકા માને છે કે 44 ટકા બ્રિટન્સ માને છે કે ગે, લેસ્બિયન, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો ટીવી પર વધુ પ્રમાણમાં રજૂ થાય છે. અન્ય રાષ્ટ્રોના લોકો કરતા મૂળ બ્રિટીશ લોકો માને છે કે તેમના દેશના પ્રસારણ માધ્યમો સમાજના મેક-અપને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરતા નથી.

સર્વેમાં માત્ર 26 ટકા બ્રિટીશ લોકોના મતે વંશીય લઘુમતીઓનું પ્રતિનિધિત્વ ઓછું છે. ફ્રાન્સમાં, માત્ર 19 ટકા વસ્તીએ માન્યું હતું કે વંશીય લઘુમતીઓને ટીવી પર વધુ પડતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. જ્યારે 33 ટકા લોકોનું માનવું છે કે તેઓનું પ્રતિનિધિત્વ ઓછું છે.

2021ની વસ્તી ગણતરીના ડેટા મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 18.3 ટકા વસ્તી વંશીય લઘુમતીના લોકોની છે, જ્યારે 81.7 ટકાએ જણાવ્યું હતું કે તેઓ શ્વેત છે – જે સંખ્યા 48.7 મિલિયન છે. દેશમાં હાલમાં 9.3 ટકા વસ્તી એશિયનની, 4 ટકા અશ્વેત, 2.9 ટકા મિશ્ર અને 1 ટકા અન્ય વંશીય જૂથની વસ્તી છે.

ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ચિલી, સંયુક્ત આરબ અમીરાત અને ઑસ્ટ્રેલિયાના લોકો કરતાં મૂળ બ્રિટીશર્સે ઉચ્ચ પ્રમાણમાં આ અભિપ્રાય શેર કર્યો. લગભગ અડધા બ્રિટિશ લોકોએ પણ વિચાર્યું કે અપંગ લોકોનું પ્રતિનિધિત્વ ઓછું છે.

LEAVE A REPLY