ઇન્ડિપેન્ડન્ટ એડવાઇઝર ઓન મિનિસ્ટર્સ ઇન્ટરેસ્ટ ક્રિસ્ટોફર ગીડટે રાજીનામુ આપી દેતા વડા પ્રધાન બોરિસ જૉન્સનની સત્તાને વધુ ફટકો પડ્યો હતો. બે વર્ષથી ઓછા સમયમાં તેમના બીજા નૈતિક સલાહકારે તેમનું પદ છોડી દીધું છે.
ગીડટે ગયા મહિને કહ્યું હતું કે ‘’જૉન્સનને સમજાવવું જોઇએ કે કોવિડ-19ના નેશનલ લોકડાઉન દરમિયાન પાર્ટીમાં હાજરી આપવા બદલ પોલીસે દંડ ફટકાર્યા પછી પણ તેમણે કેમ વિચાર્યું કે તેમણે મિનિસ્ટરીયલ કોડ તોડ્યો નથી. અફસોસ સાથે, મને લાગે છે કે તે યોગ્ય છે કે હું મારા પદ પરથી રાજીનામું આપુ.”
સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘’અમે ગીડ્ટના નિર્ણયથી આશ્ચર્યચકિત છીએ. અમે નિરાશ છીએ અને લોર્ડ ગીડ્ટનો તેમની જાહેર સેવા માટે આભાર માનીએ છીએ. અમે યોગ્ય સમયે નવા સલાહકારની નિમણૂક કરીશું.”