ન્યૂયોર્કના એક ન્યાયમૂર્તિએ બુધવારે પોતાનો પારિવારિક બિઝનેસના સંચાલનમાં સૌથી વધુ સંકળાયેલા પ્રેસિડેન્ટ ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પને 7 ઓક્ટોબર સુધીમાં જુબાની આપવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પના બિઝનેસે પોતાની સ્થાવર મિલ્કતોનું મૂલ્ય અયોગ્ય રીતે વધારે દર્શાવ્યું હોવાના આરોપો છે.
તપાસની શરૂઆત કરનારા ન્યૂયોર્ક સ્ટેટના ડેમોક્રેટિક એટર્ની જનરલ લેટિટીયા જેમ્સ મે મહિનાથી એરિક ટ્રમ્પની તપાસ માટે પૂછી રહ્યા છે, જે વર્ષ 2017ની શરૂઆતમાં તેમના પિતા વ્હાઇટ હાઉસ ગયા ત્યારથી ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના સુકાની તરીકે ઊભરી આવ્યા છે.
આમ છતાં એરિક ટ્રમ્પે કહ્યું છે કે તે તપાસમાં ‘સહકાર’ આપવા તૈયાર હતા, તેમના વકીલોએ 3 નવેમ્બરની ચૂંટણી સુધી તપાસ પરત લેવા તાજેતરમાં કહ્યું હતું, તેમાં દલીલ કરવામાં આવી હતી કે તેઓ હમણા ખૂબ જ વ્યસ્ત છે, કારણ કે તે તેમના પિતાના ફરીથી ચૂંટણી પ્રચારમાં વધુ સંકળાયેલા છે.
એટર્ની જનરલે આ વિનંતીને રાજ્યની અદાલતમાં પડકારી હતી અને કહ્યું હતું કે એરિક ટ્રમ્પને વોલસ્ટ્રીટ પરની બિલ્ડિંગ અને શિકાગોમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલ સહિતની કંપનીની અનેક મિલકતોના દસ્તાવેજો પૂરા પાડવાની ફરજ પાડવી જોઈએ.
બુધવારે કોર્ટની સુનાવણી બાદ ન્યાયમૂર્તિ આર્થર એંગોરોને એટર્ની જનરલની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો, જેમાં એરિક ટ્રમ્પની દલીલોને ‘અનકન્વીન્સિંગ’ ગણાવી હતી અને નોંધ્યું હતું કે, આ કોર્ટને દેશની ચૂંટણીના સમય સાથે લેવાદેવા નથી.’
જેમ્સે જણાવ્યું હતું કે, ‘અમે તરત જ સુનિશ્ચિત કરવા માટે આગળ વધીશું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન કોર્ટના આદેશનું પાલન કરે અને અમારી તપાસ સાથે સંકળાયેલા નાણાકીય દસ્તાવેજો રજૂ કરે.’