Increase in corona again in India
(Photo by Jane Barlow - WPA Pool/Getty Images)

સિંગાપોરમાં કેર મચાવનારા કોરોનાના નવા વેરિઅન્ટ KP.2 અને KP.1 ગુજરાત સહિત ભારતમાં પણ ફેલાવા લાગ્યો છે. ભારતમાં KP.2ના 290 અને KP.1ના 34 કેસ નોંધાયા છે. ગુજરાતમાં એક સહિત  સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં KP.1ના 34 કેસ મળી આવ્યા છે. ગુજરાતમાં KP.2ના 23 કેસ મળી આવ્યા છે, એમ સત્તાવાર માહિતીમાં જણાવાયું હતું.

જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે આ તમામ JN1ના સબ વેરિયન્ટ છે અને હોસ્પિટલાઇઝેશન અને ગંભીર કેસોમાં કોઈ સંબંધિત વધારો નથી. તેથી ચિંતા કે ગભરાટનું કોઈ કારણ નથી.

ઇન્ડિયન SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના સંકલિત ડેટા અનુસાર પશ્ચિમ બંગાળ 23 કેસ સાથે સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં KP.1ના 34 કેસ મળી આવ્યા છે. અન્ય રાજ્યોમાં ગોવામાં 1, ગુજરાતમાં 2, હરિયાણામાં 1, મહારાષ્ટ્રમાં 4,  રાજસ્થાનમાં 2 અને ઉત્તરાખંડમાં એક કેસ મળ્યો આવ્યો છે.

મહારાષ્ટ્રમાં KP.2ના સૌથી વધુ 148 કેસ મળ્યાં છે. અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હીમા એક, ગોવામાં 12, ગુજરાતમા 23, હરિયાણામા 3, કર્ણાટકમાં 4, મધ્યપ્રદેશમાં 1, ઓડિશામાં 17, રાજસ્થાનમાં 21, ઉત્તર પ્રદેશમાં 8, ઉત્તરાખંડમાં 16 અને પશ્ચિમ બંગાળમાં36  કેસ મળી આવ્યા છે.

સિંગાપોરમાં કોરોનાની નવી લહેર આવી છે. દેશમાં 5 થી 11 મે સુધીમાં 25,900થી વધુ કેસ નોંધ્યા હતા, જેમાંથી આશરે 66 ટકા કેસો KP.1 અને KP.2ના છે.

 

 

LEAVE A REPLY