class 9 to 12 27 hours of education per week is compulsory
(istockphoto)

ગુજરાત સરકાર 2022ના વર્ષના નવા શૈક્ષણિક વર્ષથી તમામ માધ્યમની શાળાઓમાં ધો.1થી 3માં અંગ્રેજી વિષય ભણાવવાના નિર્ણયનો અમલ કરશે. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણીએએ સોમવાર, 6 એપ્રિલે આ મહત્ત્વનાા નિર્ણયની એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણયનો હેતુ બાળકોમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન મજબૂત કરવાનો છે.

શિક્ષણ પ્રધાનની જાહેરાત મુજબ ગુજરાતી સહિત તમામ માધ્યમની શાળાઓમાં નવા સત્રથી ધોરણ 1થી 3માં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. આમ હવે હિંદી, ગુજરાતી,અંગ્રેજી કે અન્ય ભાષાની શાળામાં ભણતા વિદ્યાર્થીને અંગ્રેજી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે. ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને મૌખિક રીતે અંગ્રેજી ભણાવાશે. જ્યારે ધોરણ-3ના વિદ્યાર્થીઓને પુસ્તક મારફતે અંગ્રેજી ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાડવામાં આવશે.

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયેલા વિદ્યાર્થી અને શિક્ષકોના સન્માન સમારંભમાં શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 2022ના વર્ષમાં નવા સત્રથી સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ 1થી 3માં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. જે અંગે ગયા વર્ષે જાહેરાત કરી હતી. તેનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતી ફરજીયાત વિષય રહેશે. આ પહેલા સરકારી સ્કૂલમાં ત્રીજા ધોરણ પછી જ અંગ્રેજી ભણાવવાની વ્યવસ્થા હતી.