અગાઉના 2016ના ટી-20 વર્લ્ડ કપના રનર્સ અપ ઈંગ્લેન્ડે આગામી ટી-૨૦ વર્લ્ડ કપ માટે કેપ્ટન મોર્ગનની આગેવાની હેઠળની ૧૫ ખેલાડીઓની ટીમની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. ક્રિકેટમાંથી અનિશ્ચિત સમયનો બ્રેક લેનારા બેન સ્ટોક્સ તથા ફિટનેસની સમસ્યાથી પીડિત જોફ્રા આર્ચરને તક અપાઈ નથી. જ્યારે ઘરઆંગણાના ક્રિકેટમાં ફોર્મ દેખાડનારા ટાયમલ મિલ્સને ૨૦૧૭ પછી પહેલી વખત રાષ્ટ્રીય ટીમમાં સ્થાન અપાયું છે.
મોર્ગનના નેતૃત્વમાં વન-ડે વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડની ટીમમાં જેસન રોય, જોની બેરસ્ટો, જોસ બટલર, આદિલ રાશિદ, ક્રિસ વોક્સ અને માર્ક વૂડનો સમાવેશ કરાયો છે. સ્પિનર તરીકે રાશિદની સાથે મોઈન અલીને તક મળી છે. પાકિસ્તાન સામેની શ્રેણીમાં માત્ર ૪૨ બોલમાં સદી કરનારા લિએમ લિવિંગસ્ટનનો સમાવેશ કરાયો છે.
ટીમ: ઓઈન મોર્ગન (કેપ્ટન), જેસન રોય, જોની બેરસ્ટો, ડેવિડ મલાન, સેમ બિલિંગ, જોસ બટલર, સેમ કરન, ક્રિસ જોર્ડન, મોઈન અલી, લિએમ લિવિંગસ્ટન, ટાયમલ મીલ્સ, આદિલ રાશિદ, ડી. વિલી, ક્રિસ વોક્સ અને માર્ક વૂડ. રીઝર્વ પ્લેયર્સ: ટોમ કરન, એલ. ડાવસન, જે. વિન્સ.