ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) જાહેરાત કરી છે ઈંગ્લેન્ડની ટીમ 16 વર્ષ પછી આવતા વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાનનો પ્રવાસ કરશે. ટીમ 12 ઓક્ટોબરે કરાચી પહોંચશે અને બંન્ને ટીમ ટી-20ની સીરીઝ પછી આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટે ભારત જશે. પાકિસ્તાનમાં ટીમ 14 અને 15 ઓક્ટોબરે કરાચીમાં બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ઈંગ્લેન્ડે છેલ્લે 2005મા પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, જેમાં તે ત્રણ ટેસ્ટ અને પાંચ વન-ડેની સીરીઝ રમી હતી. 2012 અને 2015મા બંન્ને ટીમો વચ્ચેની સીરીઝ યુએઈમાં રમાઈ હતી.