કોવિડ બૂસ્ટર ડોઝ પહોંચાડવા માટે તાત્કાલિક નવી વ્યવસ્થા અંતર્ગત બીમાર હોય તેવા લાખો દર્દીઓનું નિયમિત દેખરેખ અટકાવવાની જીપીને સરકાર મંજૂરી આપી શકે છે.
સાજિદ જાવિદ અને NHS વડાઓ બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA) ના GP પ્રતિનિધિઓ સાથે નિયમો હળવા કરવા બાબતે ચર્ચા કરી રહ્યા છે. જેમને હૃદયરોગનો હુમલો થવાનું અથવા સ્ટ્રોકનું વધુ જોખમ છે તેવા ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને અન્ય બીમારી ધરાવતા લોકોની તપાસ આવા ફેમિલી ડોકટરો કરે છે.
હેલ્થ સેક્રેટરીએ જાહેરાત કરી કે સરકારે આવતા બે વર્ષ માટે રસીના વધુ 114 મિલિયન ખરીદવા કરાર કર્યા છે. જાવિદે વધુમાં જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરીઅન્ટને પગલે અને ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને યુકે ફાઈઝર-બાયોએન્ટેકના વધુ 54 મિલિયન ડોઝ અને મોર્ડનાના વધુ 60 મિલિયન ડોઝ ખરીદશે.
યુકે હેલ્થ સીક્યુરિટી એજન્સી (UKHSA)એ ઓમિક્રોન વેરીઅન્ટના વધુ 10 કેસ બુધવારે નોંધ્યા હતા.
ડોકટરોના યુનિયન BMA દ્વારા જાવિદને મહિનાઓથી કહેવામાં આવ્યું હતું કે, ક્વોલિટી આઉટકમ્સ ફ્રેમવર્ક (QOF) સ્થગિત કરવામાં આવે. ‘અધિકારીઓ’ દર્દીઓની સારવાર કેવી રીતે કરવી તે નક્કી કરવાના જીપીના અધિકારમાં દખલ કરે છે.
ઓમિક્રોનના જોખમને નાથવા માટે સરકાર અને એનએચએસ ઇંગ્લેન્ડ દરરોજ સાડાત્રણથી પાંચ લાખ બૂસ્ટર્સ આપવામાં મદદ માટે વધુ જીપી મુક્ત કરવા ઇચ્છે છે. રસી કંપનીઓ એ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે ઓમિક્રોન પાસે ડોઝની અસરકારકતા ઘટાડવાની શક્તિ છે અને તેના પ્રતિભાવમાં શું તેને અટકાવી શકાય છે.
વડા પ્રધાન બોરિસ જોન્સને વચન આપ્યું હતું કે, જાન્યુઆરીના અંત સુધીમાં ઇંગ્લેન્ડમાં દરેક પુખ્ત વ્યક્તિને ટોપ-અપ રસી લેવા અંગે પૂછવામાં આવશે, અને તે સુનિશ્ચિત કરવા માટે એક યોજના બનાવવા NHSના વડાઓ પર દબાણ કરાશે.
દ્વિધા અનુભવી રહેલા જાવિદના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તપાસવા લક્ષ્યાંકો આરોગ્ય માટે મહત્વના છે. પરંતુ જો તેઓ તે કામ નહીં કરે તો પછી કેટલાક અખબારો દાવો કરશે કે તેઓ દર્દીની સારવારને અવગણી રહ્યા છે. ગત વર્ષે 8 ડિસેમ્બરે બ્રિટનમાં રસી મળ્યા પછી સમગ્ર દેશમાં જીપીએ 116 મિલિયન કોવિડ રસીના ડોઝ મોટી સંખ્યામાં લોકોને આપ્યા છે.