England France in FIFA World Cup quarter-finals
(Photo by Dan Mullan/Getty Images)

કતારમાં રમાઇ રહેલા ફૂટબોલ વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેણે સોમવારે (5 ડિસેમ્બર) ચોથી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આફ્રિકન ચેમ્પિયન સેનેગલને 3-0થી હરાવ્યું હતું. મેચમાં ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન હેરી કેનવાઈસ કેપ્ટન જોર્ડન હેન્ડરસન અને યુવા સ્ટાર બુકાયો સાકાએ એક-એક ગોલ કર્યા હતા. ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સામે થશે. ફ્રાન્સે ત્રીજા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોલેન્ડને 3-1થી હરાવ્યું હતું.

ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપના ઇતિહાસમાં 10મી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. રશિયામાં રમાયેલા ગત વર્લ્ડ કપમાં તે ચોથા સ્થાને રહ્યું હતું. ઇંગ્લેન્ડ આ પહેલા 1954, 1962, 1966, 1970, 1986, 1990, 2002, 2006 અને 2018માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.

રવિવારે જ એક અન્ય પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ડીફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે શાનદાર દેખાવ સાથે પોલેન્ડને 3-1થી હરાવ્યું હતું. તે વર્લ્ડ કપના ઈતિહાસમાં 9મી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે

LEAVE A REPLY