ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર સ્ટીવન ફિને સોમવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સ્ટીવન ફિને ઘૂંટણની દીર્ઘકાલીન ઇજાને સામે હાર કબૂલ કર્યા પછી પોતાની વ્યાવસાયિક કારકિર્દીની અલવિદા કરી હતી.
લગભગ એક વર્ષ પહેલાં ફિનને ઘૂંટણની ઈજા થઈ હતી અને તેનાથી આ વર્ષે મોટાભાગની ટુર્નામેન્ટમાં ભાગ લઈ શક્યો ન હતો. સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબે જારી કરેલા એક નિવેદનમાં 34 વર્ષીય ફિને કહ્યું હતું કે “આજે હું તાત્કાલિક અસરથી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. હું છેલ્લા 12 મહિનાથી ઇજા સાથે લડાઈ લડી રહ્યો છું અને હાર સ્વીકારી. છે.” ફિને 36 ટેસ્ટ, 69 વન-ડે અને 21 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.