England beat Pakistan by 74 runs
(Photo by Matthew Lewis/Getty Images)

સોમવારે રાવલપિંડીમાં પુરી થયેલી પહેલી ટેસ્ટ મેચમાં રેકોર્ડ્સના ઢગલા સાથે ઈંગ્લેન્ડે યજમાન ટીમને 74 રને હરાવી લાંબા સમય પછી પાકિસ્તાનની ધરતી ઉપર વિજય હાંસલ કર્યો હતો. આ મેચની શરૂઆત જ રેકોર્ડ્સથી થઈ હતી. પહેલા દિવસે ઈંગ્લેન્ડે 506 રન ફક્ત ચાર વિકેટે ખડકી દઈ ટેસ્ટ ક્રિકેટમાં એક જ દિવસમાં સૌથી વધુ રનનો રેકોર્ડ કર્યો હતો, જેમાં ચાર બેટરે સદી ફટકારી હતી. એ પણ ટેસ્ટ ક્રિકેટનો એક નવો રેકોર્ડ થયો હતો. 

એ પછી, ઈંગ્લેન્ડે બીજા દિવસે 657 રનનો જંગી સ્કોર કરી ઈંગ્લેન્ડ ઓલઆઉટ થયું હતું. પાકિસ્તાને પણ જો કે, ઈંગ્લેન્ડના જંગી સ્કોરનો જવાબ આપતાં ત્રણ બેટરની સદી સાથે 579 રનનો સ્કોર કરી રસાકસી જમાવી હતી. 78 રનની પહેલી ઈનિંગની સરસાઈ પછી બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે સાત વિકેટે 264 રન કરી ઈનિંગ ડીક્લેર કરી હતી. આ રીતે, પાકિસ્તાન સામે છેલ્લી ઈનિંગમાં 343 રનનો પડકાર હતો, તેની સામે સોમવારે તે ઈનિંગની 97માં ઓવરમાં 268 રન કરી ઓલઆઉટ થયું હતું.  

આ મેચમાં વધુ કેટલાક વર્લ્ડ રેકોર્ડ થયા હતા. આ મેચમાં કુલ 1768 રન થયા હતા અને છતાં મેચનું રીઝલ્ટ આવ્યું હતું, તે રીતે સૌથી વધુ રન સાથે રીઝલ્ટ આવ્યું હોય તેવો વર્લ્ડ રેકોર્ડ આ મેચમાં નોંધાયો હતો. ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન 1939માં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડની મેચમાં 1981 રન થયા હતા, દેખિતી રીતે તે ડ્રો રહી હતી. એ પછી 1815 રન 1930માં ઈંગ્લેન્ડ – વેસ્ટ ઈન્ડિઝની મેચમાં ખડકાયા હતા અને તે પણ ડ્રો રહી હતી. 

રાવલપિંડીના આ જ ગ્રાઉન્ડ ઉપર હજી ગયા માર્ચ મહિનામાં જ ઓસ્ટ્રેલિયા – પાકિસ્તાનના ટેસ્ટ જંગમાં 1187 રનનો ખડકલો થયો હતો અને એ પણ ડ્રો રહી હતી. એ મેચમાં તો ફક્ત 14 વિકેટ જ પડી હતી. 

આ મેચમાં પ્રથમ દિવસે થયેલા અન્ય રેકોર્ડ્સ આ મુજબ છેઃ

1ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ચાર બેટ્સમેનોની સદીનો રેકોર્ડ.

2ટેસ્ટ મેચના સૌપ્રથમ સેશનમાં સૌથી વધુ 174 રનનો રેકોર્ડ.

4. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ભાગીદારીનો રેકોર્ડ. ક્રોલી-ડકેટ વચ્ચે 183 બોલમાં 200 રન.

5. ઈંગ્લેન્ડના ઓપનર તરીકે સૌથી ઝડપી (86 બોલમાં) ટેસ્ટ સદીનો રેકોર્ડ.

6બૅન ડકેટ અને હેરી બ્રૂકની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ સદી

LEAVE A REPLY