India's crushing defeat against England in the T-20 World Cup semi-finals
(ANI Photo)

ટી-20 વર્લ્ડકપની સેમીફાઇનલ મેચમાં ભારતને હરાવીને ઇંગ્લેન્ડે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગુરૂવારે એડિલેડ ઓવરમાં ભારત સામે રમાયેલી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે બોલિંગ અને બેટિંગ બંનેમાં લાજવાબ પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડે રોહિત શર્માની ટીમને 10 વિકેટે કારમો પરાજય આપ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમનું અભિયાન સમાપ્ત થયું હતું. હવે ઈંગ્લેન્ડની ટીમ રવિવારે મેલબોર્નમાં પાકિસ્તાન સામે ફાઈનલ રમશે. પાકિસ્તાને બુધવારે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

ભારતે જીત માટે ઇંગ્લેન્ડને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લેન્ડના બેટર એલેક્સ હેલ્સે 47 બોલમાં અણનમ 86 રન બનાવ્યા અને જોસ બટલરે 49 બોલમાં અણનમ 80 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે ગુરુવારે એડિલેડ ઓવલ ખાતે 16 ઓવરમાં ભારત સામેના 169 રનના લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો. તેની એકપણ વિકેટ પડી ન હતી.

અગાઉ આ બીજી સેમિફાઈનલમાં કોહલી અને હાર્દિક પંડ્યાની શાનદાર બેટિગને આધારે ભારતે 168 રન કર્યા હતા અને ઈંગ્લેન્ડને 169નો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ જીતીને ઈગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ હાર્દિક પંડ્યાએ 33 બોલમાં જ 63 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આ બન્ને પ્લેયર્સે ટીમની ઇનિંગને સંભાળીને ટીમના સ્કોરને 168 રન સુધી પહોંચાડ્યો હતો. હાર્દિકે કમાલનું ફિનિશિંગ કર્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસજોર્ડને 3 વિકેટ, જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને 1-1 વિકેટ મળી હતી.

ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી નહોતી. અને કેએલ રાહુલ 5 રને ક્રિસ વોક્સની બોલિંગમાં આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્મા ફરી નિષ્ફળ રહ્યા હતા અને તેઓ ક્રિસ જોર્ડનની બોલિંગમાં 28 બોલમાં 27 રન કરીને આઉટ થયા હતા. સૂર્યકુમાર યાદવ પણ આદિલ રાશિદની બોલિંગમાં 14 રને આઉટ થયા હતા. તો વિરાટ કોહલીએ ફરી એકવાર ફિફ્ટી ફટકારી હતી. તેમણે આ ટૂર્નામેન્ટમાં ચોથી અર્ધસદી ફટકારી છે. તેઓ 40 બોલમાં 50 રન કરીને આઉટ થયા હતા.

ભારત માટે લોકેશ રાહુલ અને રોહિત શર્માની જોડી ઓપનિંગમાં આવી હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય ઓપનિંગ જોડી અપેક્ષા પ્રમાણેની શરૂઆત અપાવી શકી નથી. રોહિત શર્મા અથવા તો લોકેશ રાહુલ શરૂઆતની ઓવર્સમાં આઉટ થઈ ગયા છે.

LEAVE A REPLY