નેશનલ હેલ્થ સર્વિસે જણાવ્યું છે કે, દેશમાં કોરોનાના કેસમાં વધારો થતાં હંગામી ધોરણે ફિલ્ડ હોસ્પિટલો શરૂ કરવામાં આવશે. ખૂબ જ ચેપી ઓમિક્રોન વેરિઅન્ટની અસરને કારણે કોરોનાના રોજિંદા કેસોમાં વધારો થયો છે, જે બુધવારે 183,000 થી વધુ નોંધાયો હતા.
NHS ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે, તે આ અઠવાડિયાથી લંડન, બ્રિસ્ટોલ અને લીડ્સ સહિતના શહેરોની આઠ હોસ્પિટલોના મેદાનોમાં હોસ્પિટલ જેવી સુવિધા ઊભી કરશે અને તેમાં દરેકમાં વધુ 100 જેટલા દર્દીઓને દાખલ કરી શકાશે. નેશનલ મેડિકલ ડાયરેક્ટર સ્ટીફન પોવિસે જણાવ્યું હતું કે, ‘કોવિડ-19ના ઉચ્ચ કક્ષાના સંક્રમણ અને હોસ્પિટલમાં દર્દીઓના દાખલ થવાની સંખ્યાને ધ્યાનમાં રાખીને NHS હવે યુદ્ધના ધોરણે કામગીરી કરે છે.’
હોસ્પિટલમાં વધારાની પથારી એવા દર્દીઓ માટે બનાવવામાં આવી છે જેઓ બીમારીઓમાંથી સાજા થઈ રહ્યા છે, જેમને ઘણા લાંબા સમયથી કોવિડ ન હોય તેવા દર્દીઓ સહિત, અને ત્યાં મોટી સંખ્યામાં વાઇરસના કેસોની સારવાર માટે જગ્યા અને કર્મચારી ઉપલબ્ધ હોય.
હોસ્પિટલમાં વાઇરસ સાથેના દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. 148,089ની મૃત્યુઆંક સાથે યુકેનો, યુરોપના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં સમાવેશ થાય છે.
સરકારે વાઇરસની પ્રથમ લહેર દરમિયાન એક્ઝિબિશન સેન્ટર્સ જેવા સ્થળોએ મોટી ‘નાઇટીન્ગેલ’ ફીલ્ડ હોસ્પિટલો શરૂ કરી હતી. જોકે, નર્સિંગ ક્ષેત્રના અગ્રણી ફ્લોરેન્સ નાઇટીન્ગેલના નામ પર આપવામાં આવેલી સુવિધાઓનો વ્યાપકપણે ઉપયોગ થયો ન હતો.
આ વખતે અંદાજે ચાર હજાર જેટલા ‘સુપર-સર્જ બેડ્સ’ ઉપલબ્ધ કરાવવાની યોજના છે, કેટલાક કિસ્સાઓમાં જીમ જેવી અત્યારની હોસ્પિટલનો પણ ઉપયોગ કરવામાં આવશે.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે, ‘અમને આશા છે કે હોસ્પિટલોમાં નાઇટીન્ગેલ સર્જ હબનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે, પરંતુ તે એકદમ યોગ્ય છે, કારણ કે અમે તમામ પરિસ્થિતિઓ માટે તૈયારી કરીએ છીએ અને ક્ષમતા વધારીએ છીએ.’