આગામી એપ્રિલથી લાખો બ્રિટીશ ઘરો દ્વારા વાપરવામાં આવતી એનર્જીના ભાવોમાં લગભગ 9.2 ટકાનો વધારો કરાશે એવી એનર્જી રેગ્યુલેટર દ્વારા જાહેરાત કરાઇ હતી. વીજળી અને ગેસના ભાવ નહિં વધારવાનો કેપ જાન્યુઆરી 2019 માં અમલમાં આવ્યો હતો અને બ્રિટીશ પૂર્વ વડા પ્રધાન થેરેસા મેનો હેતુ એનર્જી કંપનીઓ દ્વારા મરજી મુજબ લેવામાં આવતા ભાવોને સમાપ્ત કરવાનો હતો.
રેગ્યુલેટર ઓફજેમના ચીફ એક્ઝિક્યુટિવ જોનાથન બ્રેઅર્લે જણાવ્યું હતું કે ‘’છેલ્લા કેટલાક મહિનામાં જથ્થાબંધ એનર્જીના ભાવોમાં વધારો થવાને કારણે આ વધારાની જરૂર હતી. કોરોનાવાયરસના પ્રસારને મર્યાદિત કરવા માટેના લોકડાઉનના પગલાંથી ઇકોનોમીનો મોટા ભાગનો હિસ્સો બંધ રહ્યો હોવાથી એનર્જીની માંગ ઓછી થઈ હતી. પણ હવે સુધરી છે અને ભાવોને વધુ સામાન્ય સ્તરે પહોંચ્યા છે.
લગભગ 11 મિલિયન ઘરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સામાન્ય વાર્ષિક વપરાશની સરેરાશને જોતા વીજળી અને ગેસના ભાવ સરેરાશ 96 પાઉન્ડ વધશે જ્યારે પહેલાથી બિલ ચૂકવતા લગભગ 4 મિલિયન ઘરોમાં તે 87 પાઉન્ડ વધશે. આ વધારા છતાં પણ ગ્રાહકો એક વર્ષમાં આશરે 100 પાઉન્ડની બચત કરે તેવી સંભાવના છે.’’