ટ્રસે સૌનો આભાર માનતા ભાષણમાં જણાવ્યું હતું કે “હું એનર્જીની કટોકટીનો સામનો કરીશ, લોકોના એનર્જી બિલો સાથે વ્યવહાર કરીશ પણ સાથે સાથે ઊર્જા પુરવઠા પર આપણી પાસે રહેલા લાંબા ગાળાના મુદ્દાઓ સાથે પણ કામ કરીશ.”
સાથી ફાઇનલિસ્ટ સુનકનો આભાર માન્યા પછી, ટ્રસે જઇ રહેલા લીડર જૉન્સનની પ્રસંશા કરી કહ્યું હતું કે “બોરિસ, તમે બ્રેક્ઝિટ પૂર્ણ કરાવ્યું, તમે વિપક્ષ લેબરના ભૂતપૂર્વ નેતા જેરેમી કોર્બીનને પણ કચડી નાખ્યા, તમે વેક્સીન બહાર પાડી અને તમે વ્લાદિમીર પુતિન સામે પણ ઊભા રહ્યા. તમે કિવથી કાર્લિસલ સુધી પ્રશંસનીય છો.”