Liz Truss
(Photo by OLI SCARFF/AFP via Getty Images)

દેશના સંઘર્ષ કરી રહેલા પરિવારોને વધતા ખર્ચના બોજ તળે કચડાતા બચાવવા માટે વડા પ્રધાન લિઝ ટ્રસ એનર્જી બિલો સ્થિર કરે તેવી અપેક્ષા રખાઇ રહી છે. એનર્જી સપ્લાયર્સને બિલ ઘટાડવા સબસિડી આપવા માટે સરકાર લોન લઈ શકે છે. એનર્જી બોસ આ બાબતે સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે.

ગયા મહિને એનર્જી કંપનીઓ દ્વારા ઘરગથ્થુ બિલોને ફ્રીઝ કરવાની £100 બિલિયનની યોજનાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે હેઠળ, બિલ પેટે સબસિડી આપવામાં આવશે અને સામાન્ય પરિવાર માટે £1,971ની વર્તમાન પ્રાઇસ કેપ બે વર્ષ સુધી જાળવી રાખવામાં આવે તેવી શક્યતાઓ છે.

આવી સમાન યોજનાનો ઉપયોગ નાના અને મધ્યમ કદના બિઝનેસીસ માટે પણ કરાશે. તો મોટી કંપનીઓને મદદ કરવા માટે ટેક્સ બ્રેક્સ ઓફર કરાઇ શકે છે.

શ્રીમતી ટ્રસની ટીમ “અઠવાડિયાઓથી” એનર્જી બિલ માટે સપોર્ટ પેકેજ પર કામ કરી રહી હોવાનું માનવામાં આવે છે. જેની જાહેરાત આ ગુરૂવારે કરાશે.

બિઝનેસ જૂથોએ શ્રીમતી ટ્રુસની નિમણૂકને આવકારીને કંપનીઓને મદદ કરવા માટે “મોટા બોલ્ડ પગલાં” લેવા વિનંતી કરી હતી.

લિઝ ટ્રસે આ અગાઉ સ્પષ્ટ કર્યું છે કે તે એનર્જી કંપનીઓના નફા પર વિન્ડફોલ ટેક્સ માટે આતુર નથી.

 

 

LEAVE A REPLY