(istockphoto)

દુબઇની એમિરેટ્સ એરલાઇન્સે VFS ગ્લોબલ સાથેના સહયોગમાં ભારતીય પાસપોર્ટ ધરાવતા ટ્રાવેલર્સ માટે પ્રિ-એપ્રુવ્ડ વિઝા ઓન એરાઇવલ સુવિધા શરૂ કરી છે. એમિરેટ્સ એરલાઈનની ટિકિટ બુક કરાવનારા લોકોને આ સુવિધાનો લાભ મળશે. આ નવી સુવિધાથી એમિરેટ્સના ટ્રાવેલર્સે દુબઇમાં આગમન વખતે વિઝા ઓન એરાઈવલની લાંબી કતારમાં ઊભા રહેવું પડશે નહીં.

આ સુવિધા ફક્ત એવા ભારતીય પાસપોર્ટ ધારકો માટે જ ઉપલબ્ધ છે, જેમની પાસે અમેરિકાના છ મહિનાના વેલિડ વિઝા, યુએસ ગ્રીન કાર્ડ, EU રેસીડેન્સી અથવા યુકે રેસીડેન્સી હોય. તેમ છતાં, આ આગોતરા વિઝા ઓન એરાઈવલ મંજુર કરવાની પ્રક્રિયા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ રેસીડેન્સી એન્ડ ફોરેન અફેર્સની સંપૂર્ણ મનુસફી પર રહેશે.

દુબઈ વિઝા પ્રોસેસિંગ સેન્ટર (DVPC) દ્વારા સંચાલિત અને 14-દિવસના સિંગલ એન્ટ્રી વિઝા તરીકે ચાલુ કરાયેલી આ સુવિધા એરલાઇન્સના ગ્રાહકોને અવરોધ-મુક્ત આગમનનો અનુભવ આપશે.

એમિરેટ્સ હાલમાં 167 વીકલી ફ્લાઈટ્સ સાથે ભારતમાં નવ સ્થળોએ સર્વિસ આપે છે, જે પ્રવાસીઓને દુબઈ અને તે પછી 140 થી વધુ સ્થળોના વૈશ્વિક નેટવર્ક સાથે જોડે છે. ભારતમાં એરલાઇનના નેટવર્કમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોચી, કોલકાતા, મુંબઈ અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY