Elon Musk sold $4 billion worth of Tesla shares
સ્પેક્સએક્સના માલિક અને ટેસ્લાના સીઇઓ એલન મસ્ક (ફાઇલ ફોટો) (Photo by Hannibal Hanschke-Pool/Getty Images)

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (GWR) એ જણાવ્યું હતું કે ઈલોન મસ્કે ઇતિહાસમાં વ્યક્તિગત સંપત્તિના સૌથી મોટા નુકસાનનો વિશ્વ રેકોર્ડ મેળવ્યો છે. એક બ્લોગ પોસ્ટમાં આ સંસ્થાએ ફોર્બ્સના અંદાજને ટાંક્યો કે  મસ્કને નવેમ્બર 2021 થી લગભગ $182 બિલિયનનું નુકસાન થયું છે, પરંતુ નોંધ્યું છે કે અન્ય સ્ત્રોતો સૂચવે છે કે આ આંકડો $200 બિલિયનની નજીક છે.

ટ્વીટર સંબંધિત વિવાદોને કારણે ચમકેલા મસ્ક માટે આ મુંઝવણભરી સ્થિતિ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, આ અંદાજિત આંકડો છે. મસ્ક પહેલા આ રેકોર્ડ જાપાની ટેક ઈન્વેસ્ટર માસાયોશી સોનના નામે હતો. તેમણે વર્ષ 2000માં $58.6 બિલિયન ગુમાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો. મસ્કનો આંકડો આના કરતા ઘણો વધારે છે.

ફોર્બ્સ મેગેઝિન અનુસાર, એલોન મસ્કની નેટવર્થ વર્ષ 2021માં 320 બિલિયન ડોલરના ટોપ લેવલથી ઘટીને જાન્યુઆરી 2023માં 138 બિલિયન ડોલર થઈ ગઈ છે. મસ્કની સંપત્તિમાં આ ઘટાડો ટેસ્લા શેરના અત્યંત નબળા પ્રદર્શનને કારણે આવ્યો છે.

સૌથી વધુ સંપત્તિ ગુમાવનાર વ્યક્તિ તરીકે માનવ ઇતિહાસમાં મસ્કે ભલે સૌથી વધુ સંપત્તિ ગુમાવી હોય, તેમ છતાં તે હજી પણ વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ટેસ્લાના શેરમાં છેલ્લા ત્રણ મહિનાથી ફ્રીફોલ જોવા મળી રહ્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ મસ્કનું ટ્વિટર પર કબજો અને તેની સાથે સંબંધિત મુદ્દાઓ છે. ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેરના ભાવ ગયા વર્ષે 65 ટકા ઘટ્યા હતા.

વર્ષ 2021માં એલોન મસ્કને ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમને પ્રતિભાશાળી, સ્વપ્નદ્રષ્ટા, ઉદ્યોગપતિ અને શોમેન ગણવામાં આવ્યા હતા. ટાઈમ મેગેઝીને લખ્યું છે કે જે વ્યક્તિ પૃથ્વી વિશે વિચારે છે, મંગળ પર જાય છે અને ઈલેક્ટ્રોનિક કાર વેચે છે, હવે તે વ્યક્તિએ લગભગ 200 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવીને બદનામીનો એ

LEAVE A REPLY