યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)માં ભારતને કાયમી સભ્યપદ આપવાનો મુદ્દો તાજેતરમાં ફરીથી ઊઠ્યો હતો. ટેસ્લાના વડા એલન મસ્ક અને અમેરિકાએ યુએનમાં સુધારા માટે સમર્થનની રજૂઆત કરી છે, આ માહિતી અમેરિકી વિદેશ વિભાગના નાયબ પ્રવક્તા વેદાંત પટેલે આપી હતી. તેમણે UNSCમાં એલન મસ્કના નિવેદન અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રેસિડેન્ટ જો બાઇડેને યુએન એસેમ્બલીમાં પોતાની ટિપ્પણીમાં પ્રથમ આ મુદ્દે વાત કરી હતી. ટેસ્લાના CEO એલન મસ્કે થોડા મહિના પહેલાં UNSCમાં ભારતના કાયમી સભ્યપદ આપવાની ભલામણ કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત, કાઉન્સિલનું કાયમી સભ્ય ન હોય તે અયોગ્ય છે. હવે અમેરિકાએ પણ મસ્કનું સમર્થન કર્યું છે. અમેરિકાએ યુએનમાં સુધારાની માગને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, વોશિંગ્ટન પણ ઈચ્છે છે કે UNSCમાં સુધારો કરવામાં આવે, જેથી તે 21મી સદીની સાચી તસવીર રજૂ કરી શકે.

US સ્ટેટ ડીપાર્ટમેન્ટના અગ્ર નાયબ પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે અમેરિકા, યુએન સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) સહિત UN સંસ્થાઓના સુધારા માટે સમર્થનમાં છે. તેમણે કહ્યું હતું કે અમે 21મી સદીના વિશ્વને પ્રતિબિંબિત કરવા માટે સિક્યુરિટી કાઉન્સિલ સહિત અન્ય UN સંસ્થાઓમાં સુધારાને ચોક્કસપણે સમર્થન આપીએ છીએ.

આ વર્ષે જાન્યુઆરીમાં એલન મસ્કે ભારતને UNSCમાં કાયમી સભ્યપદ ન મળવાની વાતને ‘વાહિયાત’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે જે દેશોની પાસે જરૂરિયાત કરતાં વધુ શક્તિ છે તેઓ તેને છોડવા ઇચ્છતા નથી. ભારત પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં તેની પાસે કાઉન્સિલનું કાયમી સભ્યપદ નથી, આ બાબત વાહિયાત છે. આફ્રિકાને પણ સામૂહિક રીતે કાયમી સભ્યપદ મળવું જોઈએ.

LEAVE A REPLY