Elephant attack: The driver drove the bus in reverse for 8 km
African Elephants on the Masai Mara, Kenya, Africa

કેરળના ત્રિસુર જિલ્લામાં બસના ડ્રાઇવરે પહાડના દુર્ગમ રસ્તા પર બસને આઠ કિલોમીટર સુધી રિવર્સમાં ચલાવીને ઘણા મુસાફરોના જીવ બચાવી લીધા હતા. બસની સામે જંગલી હાથ આવી ચડ્યો ત્યારે ખાનગી પેસેન્જર બસના ડ્રાઇવરે આ સાહસિક નિર્ણય કર્યો હતો.  

મુસાફરોને બચાવવાના ભયાવહ પ્રયાસમાં અંબુજક્ષને પર્વતીય જંગલ વિસ્તારોમાંથી પસાર થતા ત્રિસુરમાં ચાલકુડી-મલક્કાપારા રોડના સાંકડા અને વળાંકવાળા ભાગોમાં બસને રિવર્સ ચલાવવી પડી હતી. 

અંબુજક્ષને કહ્યું હતું કેહું 1994થી આ રૂટ પર બસ ચલાવું છું, અને ચિત્તા અને હાથ સહિતના જંગલી પ્રાણીઓ ઘણીવાર સામેથી આવતા હોય છે. પરંતુ  સામાન્ય રીતે તેઓ થોડા સમય પછી રસ્તા પરથી જતા રહે છે. હાથીના હુમલાથી બચવા ભૂતકાળમાં ક્યારેય આટલા લાંબા અંતર સુધી બસને રિવર્સમાં ચલાવવી પડી નથી. આવા અત્યંત જોખમી અભિયાન માટે આત્મવિશ્વાસ કેવી રીતે મળ્યો તેવા પ્રશ્નના જવાબમાં ડ્રાઇવરે જણાવ્યું હતું કેલગભગ 28 વર્ષથી આવા રસ્તા પરથી ડ્રાઇવિંગ કરવાનો મને અનુભવ છે. હાથીને બસ તરફ આવતો જોયો ત્યારે પણ હું ગભરાયો ન થયો. જો હું ગભરાયો હોત તો તેનાથી  મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોત. મેં બસને ઢાળમાં રિવર્સમાં ચલાવી હતી. બસમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 40 મુસાફરો હતા. તેમણે હાથીને બસ તરફ ઝડપથી આવતો જોઇને ચીસો પાડવાનું શરૂ કર્યું હતું. કંડક્ટર જોસ બસના પાછળના છેડે ઉભા રહીને સિગ્નલ આપી રહ્યા હતા. આ દરમિયાન વન અધિકારીઓ પણ અમારો રસ્તો સાફ કરવા જીપમાં આવ્યા હતા. આખરે હાથી ત્યાંથી ખસી ગયો હતો. 

LEAVE A REPLY