એલિફન્ટ આટ્ટા વિટામિન ડી થી સમૃદ્ધ લોટ સૌપ્રથમવાર યુકેમાં બજારમાં મૂકશે

0
600

દેશની પ્રિય લોટ બ્રાન્ડ એલિફન્ટ આટ્ટાએ તેમની પ્રોડક્ટ શ્રેણીમાં એક આકર્ષક અને નવીન ઉમેરો કરવાની જાહેરાત કરી છે. ‘વિટામિન ડી’ની વધુ માત્રા સાથેનો એલિફન્ટ આટ્ટા મીડિયમ તા. 15મી જુલાઇથી બજારમાં ઉપલબ્ધ કરાશે. ‘વિટામિન ડી’નું વધુ પ્રમાણ ધરાવતો લોટ સૌ પ્રથમ વખત બજારમાં વેચાણ માટે રજૂ કરાયો છે જે તમારા હાડકાં, દાંત, માંસપેશીઓ માટે સારો છે અને રોગપ્રતિકારક શક્તિના સામાન્ય કાર્યોને પણ ટેકો આપે છે. વપરાશકર્તાઓ માટે આ ખાસ મહત્વનું છે કેમ કે પબ્લિક હેલ્થ ઇંગ્લેંડના મતે યુકેના લોકોમાં દર 5 માંથી 1 વ્યક્તિમાં વિટામિન ડીનું’ સ્તર નીચું હોવાનું માનવામાં આવે છે અને દક્ષિણ એશિયન સમુદાયના લોકોમાં તો એ સંભવિત જોખમ વધુ રહે છે.

એલિફન્ટ આટ્ટા લોટના ઉત્પાદકો વેસ્ટમિલ ફૂડ્સે જાહેર કર્યું છે કે “વિટામિન ડી સાથેના મીડિયમ લોટનું લોંચિંગ અમારા ટ્રેડર્સ સાથીઓ અને સામાન્ય ગ્રાહકો બંને માટે ફાયદાકારક છે. તે રીટેઈલર્સને માટે આ કેટેગરીમાં સ્વાસ્થ્ય લાભો ધરાવતી પ્રોડક્ટ તરીકે મૂલ્યવૃદ્ધિ લાવે છે, તો ગ્રાહકોને સ્વાદ અને પરફોર્મન્સ બાબતે કોઈ સમાધાન કર્યા વગર સાચા સ્વાસ્થ્ય લાભો ધરાવતી પ્રોડક્ટ સાથે તેમના પરિવારો માટે શ્રેષ્ઠ પસંદગી કરવામાં મદદ કરે છે. આપણામાંના ઘણા લોકો છેલ્લા કેટલાક મહિનાઓમાં આપણને ગમે તેટલા પ્રમાણમાં બહાર ગયા નથી અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલી મહત્વની સલાહનું પાલન કરવાનું અને પૂરતા પ્રમાણમાં ‘વિટામિન ડી’  પણ મેળવવાનું છે. આથી, આપણને તેની સૌથી વધુ જરૂર છે ત્યારે ‘વિટામિન ડી’ સાથેનો મીડિયમ લોટ લોંચ કરવામાં આવે છે.”

‘વિટામિન ડી’ સાથેના એલિફન્ટ આટ્ટા મીડીયમનું 10 કિલોનું પેક તા. 15 જુલાઈ 2020ના રોજ £9.49ની રેકમેન્ડેડ છૂટક કિંમતે લોન્ચ થઈ રહ્યુ છે. 1.5 કિલોગ્રામનું પેક સપ્ટેમ્બરથી મળશે.

સેલ્સ ઇન્કવાયરી માટે, કૃપા કરીને તમારા સ્થાનિક પ્રતિનિધિ દ્વારા અથવા ઇમેઇલ [email protected] દ્વારા વેસ્ટમિલ ફૂડ્ઝનો સંપર્ક કરો.