ઇલેક્ટ્રિક વ્હિકલની આયાત જકાતમાં ઘટાડાને મુદ્દે દેશી અને વિદેશી કંપનીઓ આમને સામને આવી ગઈ છે. ઇલોન મસ્કની ટેસ્લા,, મર્સિડિઝ બેન્જ, હ્યુન્ડાઈ અને ફોક્સવેગન જેવી બહુરાષ્ટ્રી કંપનીઓ આયાતી ઇલેક્ટ્રિક વ્હિકલ્સની ડ્યૂટીમાં ઘટાડાની માગણી કરી રહી છે, જોકે ભારતની કંપનીઓ તેનો વિરોધ કરી રહી છે. દેશી કંપનીઓની દલીલ છે કે ડ્યૂટીમાં ઘટાડો સ્થાનિક રોકાણ અને મેન્યુફેક્ચરિંગને વેગ આપવાના સિદ્ધાંતની વિરુદ્ધમાં છે.
મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ જેવી અગ્રણી કંપનીઓની આગેવાની હેઠળ ભારતની કંપનીઓ વિરોધ કરી રહી છે. મારુતિના એમડી અને સીઇઓ કેનિચીી આયુકાવાએ જણાવ્યું હતું કે અમે અહીં ઉત્પાદન કરીએ છીએ. તેનાથી ગ્રાહકોને લાભ થાય છે. પ્રોડક્ટ અહીં લાવો અને વેચો. આયુકાવા સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સના વડા પણ છે.