ભારતમાં લોકસભા ચૂંટણીઓ યોજાઇ રહી છે. આથી પ્રચાર કાર્યો માટે જુદા જુદા પક્ષો વચ્ચે હરિફાઇ જામી છે. વિવિધ ઉચ્ચ સ્તરીય નેતાઓ પ્રચાર માટે ચાર્ટર્ડ વિમાનો અને હેલિકોપ્ટર્સનો ઉપયોગ કરી રહ્યા હોવાથી તેની માગમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે, નેતાઓની હેલિકોપ્ટરની માગમાં 15થી 20 ટકાનો વધારો આવ્યો છે. ભારતમાં જુદી જુદી ખાનગી એવિએશન કંપનીઓ પાસે અંદાજે 60 હેલિકોપ્ટર્સ છે, જેમાંથી 100નો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવે છે.

ચૂંટણી દરમિયાન હેલિકોપ્ટરનું ભાડું અંદાજે રૂ. પાંચ લાખ પ્રતિ કલાકે વસૂલવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં હેલિકોપ્ટરનું એક કલાકનું ભાડું રૂ. 1. 50થી લાખથી 2.50 લાખ હોય છે. સામાન્ય રીતે હેલિકોપ્ટર દર મહિને 275થી 300 કલાક ઉપયોગમાં લેવાતું હોય છે, પણ અત્યારે એપ્રિલ, મે મહિનામાં ચૂંટણીને કારણે 450 કલાક ઉડ્ડયન કરશે તેમ આ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું. લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ અગાઉથી જ તમામ ચાર્ટર્ડ વિમાન અને હેલીકોપ્ટરનાં બૂકિંગ કરાવ્યા હતા.

LEAVE A REPLY