દેશભરના લાખો લોકોની જેમ, હું પણ આ સામાન્ય ચૂંટણીને નજીકથી નિહાળી રહ્યો છું, જે આપણા દેશના ભવિષ્યના મહત્વના ક્રોસરોડ પર આવે છે. કોવિડ-19 રોગચાળો, યુક્રેનમાં યુદ્ધ અને કોસ્ટ ઓફ લીવીંગ ક્રાઇસીસે આપણને બધાને અસર કરી છે, અને આશાવાદ સાથે આપણા ભવિષ્યની રાહ જોવી તેનાથી વધુ મહત્વનું ક્યારેય નહોતું. આ ચૂંટણી આપણી પાસે તે કરવાની તક ઉપલબ્ધ કરાવે છે.
અત્યાર સુધી ચૂંટણી દરમિયાન હાઉસિંગની ચર્ચા જીવંત મુદ્દો બની રહી છે તે જોઈને મને આનંદ થાય છે. સમાજના વિકાસ માટે મકાનમાલિકી હોય તે મહત્વપૂર્ણ છે જેમાં દરેકનો સક્રિય હિસ્સો હોય, અને વધુ ઘરો બાંધવાની જરૂર છે તે અંગે સર્વસંમતિ છે. લેબરે તાજેતરમાં તેની ‘ફ્રીડમ ટુ બાય’ સ્કીમનું અનાવરણ કર્યું છે અને 1.5 મિલિયન નવા ઘરો બાંધવાનું વચન આપ્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટીના મેનિફેસ્ટોમાં જણાવાયું છે કે તેઓ £1 બિલિયનની સ્કીમ બનાવશે જે પ્રથમ વખત ઘર ખરીદનારાઓને 5 ટકા ડિપોઝિટ સાથે ઘર ખરીદવા માટે સક્ષમ બનાવશે. આ ઉપરાંત, મેનિફેસ્ટોમાં £425,000 સુધીના મકાનો પરની સ્ટેમ્પ ડ્યુટી દૂર કરવાનો પણ સમાવેશ થાય છે.
આ પોલિસી દ્વારા પ્રોપર્ટી માર્કેટમાં બ્રિટનના પ્રથમ વખત ઘર ખરીદનારા લોકોને મદદ કરવાના મહત્વ વિશે મેં વ્યક્તિગત રીતે વડાપ્રધાન સુનક સાથે વાત કરી છે અને તેને આગામી સરકારની યોજનાના ભાગ રૂપે જોઈને મને આનંદ થયો છે. પ્રોપર્ટી ડેવલપમેન્ટ સેક્ટરમાં અગ્રણી તરીકે, બ્રિટિશ હાઉસિંગ સેક્ટર શક્ય તેટલું સ્વસ્થ અને સુલભ છે તેની ખાતરી કરવા માટે વેસ્ટકોમ્બ ગૃપે હંમેશા સક્રિયપણે રોકાયેલું છે. અમે સમજીએ છીએ કે આપણા સમાજને જરૂરી એવા ઘરો બાંધવા માટે આપણને પ્લાનિંગ સીસ્ટમમાં સુધારો કરવો કેટલું મહત્વપૂર્ણ છે.
આપણી અર્થવ્યવસ્થા હજી પણ COVID-19 રોગચાળા દરમિયાન કરાયેલા વારંવારના લોકડાઉનના પરિણામોમાંથી રીકવર થઈ રહી છે, જેણે લાખો લોકોને કામ વગર છોડી દીધા હતા. બ્રિટનનું ભવિષ્ય એ સુનિશ્ચિત કરવા પર આધાર રાખે છે કે આપણી પાસે શક્ય તેટલા વધુ લોકો કાર્યબળમાં છે, અને મને એ જોઈને આનંદ થયો છે કે અત્યાર સુધીની ચૂંટણી દરમિયાન રોજગારીનું સર્જન સતત થીમ બની રહ્યું છે. રોગચાળા પછી રોજગાર દર ધીમે ધીમે સુધરી રહ્યો છે, આપણી પાસે આશાવાદી બનવાનું કારણ હોઈ શકે છે.
આપણે સપ્ટેમ્બર 2021થી સૌથી નીચો ફુગાવા સાથે મજબૂત અર્થવ્યવસ્થાની રાહ જોવાનું ચાલુ રાખી શકીએ છીએ. કન્ઝર્વેટિવ મેનિફેસ્ટોમાં સંખ્યાબંધ પ્રતિજ્ઞાનો સમાવેશ થાય છે, જેમાં એમ્પલોઇ નેશનલ ઇન્સ્યુરંશની 2pની છૂટનો સમાવેશ થાય છે, જે સરેરાશ £35,000 કમાતા કામદાર માટે £1,350ના બરાબર થવાની અપેક્ષા છે. અને સ્મોલ બિઝનેસ કમિશનરની રચના કેશ ફ્લો સાથે સંઘર્ષ કરી રહેલા નાના અને મધ્યમ કદના સાહસોને મદદ કરશે.
યુક્રેન યુદ્ધની બ્રિટિશ એનર્જીના ભાવો પર ગંભીર અસરો પડી હતી, અને નાગરિકો તેમના એનર્જી બિલ ચૂકવવામાં અસમર્થ હોવાની વાર્તાઓ સાંભળીને મને દુઃખ થયું છે. એનર્જી બિલ્સ સપોર્ટ સ્કીમ દ્વારા મદદ મેળવવા માટે આપણે સૌ ભાગ્યશાળી હતા, જેણે પરિવારોને ભાવમાં ગંભીર વધારાથી બચાવવામાં મદદ કરી અને તેમને £400નું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. આપણે ઑક્ટોબરમાં એનર્જી એક્ટની રજૂઆત પણ જોઈ, જે એનર્જી ઉદ્યોગને લૉ કાર્બન હીટ પંપમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બ્રિટનના એનર્જી ટ્રન્ઝીશનને ટેકો આપવા અને તેની ખાતરી કરવા માટે ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ એક્સિલરેટરમાં £1.1 બિલિયનનું રોકાણ કરવાની મેનિફેસ્ટોની પ્રતિબદ્ધતા સાથે 2028 સુધીમાં પરિવારોને £5.6 બિલિયનની બચત કરવામાં તે સંભવિતપણે મદદ કરી શકે છે.
લેબર પાર્ટીએ ઓઇલ અને ગેસ જાયન્ટ્સ પર સમય-મર્યાદિત વિન્ડફોલ ટેક્સની મદદથી ગ્રેટ બ્રિટિશ એનર્જી બનાવવાની તેની યોજનાનું પણ અનાવરણ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય ઊર્જા બિલને કારણે થતા દબાણને દૂર કરવાનો રહેશે.
દેશ નિર્ણાયક તબક્કે છે, અને તે મહત્વનું છે કે જે પણ આગામી સરકાર બનાવે છે તે વિશ્વાસ સાથે યુકેનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખે છે.