કોરોનાના કેસોમાં ઉછાળાની વચ્ચે ચૂંટણીપંચે પાંચ રાજ્યોમાં 15 જાન્યુઆરી સુધી ચૂંટણીસભાઓ, રોડશો, પદયાત્રા અને નુક્કડ સભા પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ 15 જાન્યુઆરીએ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે અને જાહેર સભાને મંજૂરી આપવા અંગેનો વધુ નિર્ણય કરશે. જો કોરોના પ્રોટોકોલનું પાલન નહીં થાય તો પંચ ચૂંટણીસભા પર પ્રતિબંધ મૂકતા ખચકાટ રાખશે નહીં.
ચૂંટણીપંચે કોરોના ગાઇડલાનના પાલન અંગે પણ આકરા નિયમો બનાવ્યો છે. ડોર-ટુ ડોર પ્રચાર ઝંબેશમાં માત્ર પાંચ વ્યક્તિ હાજર રહી શકશે. રાજકીય પક્ષોએ સભામાં હાજર રહેતા લોકોને માસ્ક, હેન્ડ સેનિટાઇઝર્સ આપવા પડશે. ચૂંટણીપંચે વિજયસભા પર પણ પ્રતિબંધ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજયનું પ્રમાણપત્ર લેવા માટે ઉમેદવારની સાથે માત્ર બે વ્યક્તિ જ જઈ શકશે.