પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સ્વિત્ઝરલેન્ડમાં ગયા સપ્તાહે એક ચેસ ટુર્નામેન્ટમાં સિંગાપોરના ભારતીય સમુદાયના આઠ વર્ષના આઠ વર્ષના એક બાળ ખેલાડીએ પોલેન્ડના 37 વર્ષના હરીફ, ગ્રાન્ડ માસ્ટરને હરાવી રેકોર્ડ સર્જ્યો હતો.

8 વર્ષના અશ્વથ કૌશિકે બર્ગડોર્ફર સ્ટેથોસ ઓપનમાં 37 વર્ષના તેના પોલેન્ડના હરીફ, જાસેક સ્ટોપાને હરાવી સૌથી નાની વયના ચેસ વિજેતા તરીકેનો એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

કોઈ ગ્રાન્ડમાસ્ટરને હરાવનારા સૌથી નાની વયના ચેસ ખેલાડી તરીકેનો અગાઉનો રેકોર્ડ હજી થોડા સપ્તાહો અગાઉ જ બેલગ્રેડ ઓપનમાં સર્જાયો હતો. તેમાં સર્બીઆના લીઓનિદ ઈવાનોવિકે 60 વર્ષના બલ્ગેરીઆના ગ્રાન્ડમાસ્ટર મિલ્કો પોપચેવને હરાવ્યો હતો. અશ્વથ કૌશિક કરતાં ઈવાનોવિક થોડા મહિના મોટો છે.

 

LEAVE A REPLY