આ વર્ષે ઇદ-ઉલ-અધાની ઉજવણી ખૂબ જ અલગ રીતે થઇ હતી ત્યારે બ્રિટનના વિવિધ કલાકારોએ એક વિશિષ્ટ વિડિઓનો એક મહત્વપૂર્ણ સંદેશ રજૂ કર્યો છે. જેમાં એક્ટર આદિલ રે, સેલિબ્રિટી શેફ્સ અસ્મા ખાન અને સલિહા મહમૂદ અહેમદ, મ્યુઝિક પ્રોડ્યુસર નોટી બોય, હાસ્ય કલાકારો નબીલ અબ્દુલશીદ, હુઝા અરશદ અને ઇસ્લાહ અબ્દુર રહેમાન, ફેશન અને બ્યુટી બ્લોગર એનિઆહ રાણા, અભિનેતા અબ્દુલ્લા અફઝલ અને અન્ય કલાકારો સામેલ છે.
ચાલુ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંકટ અને કોરોનાવાયરસની શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય સમુદાયો BAME પર પડેલી અપ્રમાણસર અસરને જોતા આ વર્ષે ઈદ-ઉલ-અધા સંભાળ અને સાવધાની સાથે ઉજવવામાં આવી હતી. વર્તમાન આરોગ્ય માર્ગદર્શિકાને વળગી રહેવા અને કુટુંબ, મિત્રો, પડોશીઓ અને વિશાળ સમુદાયને સુરક્ષિત રાખવા માટે આ ખાસ વિડિઓમાં સામાજિક અંતરનાં પગલાં અને એનએચએસ સેવાઓનાં સતત સમર્થન માટે પ્રોત્સાહિત કર્યા હતા. વિડિઓ જોવા માટે ક્લીક કરો https://youtu.be/2kAQdksUaEc
