(istockphoto.com)

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ સાઉથ આફ્રિકાએ જાહેરાત કરી છે કે હવે સાઉથ આફ્રિકાની ધરતી પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ થશે. કોરોના વાયરસના વિશ્વ વ્યાપી રોગચાળા પછી સાઉથ આફ્રિકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની આ શરૂઆત થશે.

ઈંગ્લેન્ડની ટીમ ત્રણ ટી-20ની સિરીઝ અને ત્રણ વન-ડેની સિરીઝ રમવા 16 નવેમ્બરે કેપટાઉન માટે રવાના થશે. ટી-20 સિરીઝની શરૂઆત 27 નવેમ્બરથી થશે, પરંતુ તે પહેલા ઇંગ્લિશ ટીમને બાયો-સિક્યોર બબલમાં પ્રવેશ કરવા માટે ક્વોરેન્ટાઇન સમય પૂરો કરવાનો રહેશે. બંન્ને ક્રિકેટ બોર્ડે કરેલા નિર્ણય મુજબ આ સિરીઝ પણ બંધ બારણે, ખાલી સ્ટેડિયમમાં રમાશે.ઈંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે તો કેટલીક સિરીઝ રમી છે, પરંતુ આ તેનો પ્રથમ વિદેશ પ્રવાસ હશે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પોતાની સરકાર પાસે બધી મંજૂરી લઈ લીધી છે. ઇયોન મોર્ગનના સુકાનીપદે ઈંગ્લેન્ડની ટીમ 16 નવેમ્બરે કેપટાઉન પહોંચશે.