ઇસા ભાઇઓના EG ગ્રુપે પેટ્રોલ અને ડીઝલની કટોકટીને પગલે જાહેરાત કરી છે કે ‘’ઇંધણ માટેની વર્તમાન અભૂતપૂર્વ ગ્રાહક માંગ અને સંબંધિત પુરવઠાના પડકારોને જોતાં મારા તમામ પેટ્રોલ સ્ટેશન ખુલ્લા રહેશે. તેમના દેશભરના પેટ્રોલ સ્ટેશનો પર માત્ર £30ની મર્યાદામાં જ પેટ્રોલ અને ડીઝલ ભરાવી શકાશે. જો કે આ મર્યાદામાં HGV ડ્રાઇવરો અને ઇમરજન્સી સેવાઓને બાકાત રાખવામાં આવી છે.
ઇજી ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમારા તમામ ગ્રાહકોને રિફ્યુઅલ કરવાની અને અમારી સાઇટ્સને સરળતાથી ચલાવવા માટે સક્ષમ બનાવવાની ખાતરી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખૂબ જ પડકારજનક સમય દરમિયાન અમારા પેટ્રોલ સ્ટેશન્સની મુલાકાત લેનાર દરેકને અમારા સહકર્મીઓ, સપ્લાય ચેઇન ભાગીદારો અને ગ્રાહકો સાથે આદરપૂર્વક વર્તન કરવા વિનંતી કરીએ છીએ. ઇજી ગ્રુપના યુકેના તમામ પેટ્રોલ સ્ટેશન ગ્રાહકોને સેવા આપવા માટે ખુલ્લી અને કાર્યરત રહેશે.
લોકોને કહેવામાં આવ્યું છે કે યુકેના ફોરકોર્ટમાં બળતણની અછત ન હોવાથી ગભરાશો નહીં.
લોકોએ પેટ્રોલ સ્ટેશન પર લાગેલી કતારોની સેંકડો છબીઓ સોશ્યલ મિટીયા પર અપલોડ કરતા લોકોની ચિંતાઓ વધતા પેનીક બાઇંગ શરૂ થયું હતું.
આ ઉદ્યોગના નેતાઓએ કહ્યું હતું કે, ‘ફ્યુઅલની કોઈ અછત નથી અને માત્ર થોડી અસ્થાયી સપ્લાય ચેઇન સમસ્યાઓ સાથે હજારો ફોરકોર્ટ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે.’