A teenage student immersed in books whilst studying in the library

શાળાઓમાં અભ્યાસ કરતા પ્રાથમિક અને માધ્યમિક શાળા વિદ્યાર્થીઓને ગણિત અને ઇંગ્લીશમાં વધુ મદદ મળે તેના કેચ-અપ સેશન માટે £10 મિલિયનની યોજના જાહેર કરવામાં આવી છે. અંકો અને સાક્ષરતાના કૌશલ્યને વધારવા માટે અને મુખ્ય વિષયોમાં વિદ્યાર્થીઓને મદદ કરવા માટે નિષ્ણાંત તાલીમ અને સામગ્રી પૂરી પાડવામાં આવશે.

શિક્ષણમાં વિક્ષેપ થવાથી સૌથી વધુ અસર પામેલા લોકોને ટેકો આપવા માટે વંચિત બેકગ્રાઉન્ડના બાળકોનું વધુ પ્રમાણ ધરાવતી શાળાઓને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગે તમામ વય અને ક્ષમતા ધરાવતા બાળકોને ટેકો આપવા અને રોગચાળાના કારણે બગડેલું શિક્ષણ બાળકો પરત મેળવી શકે તે માટે માહિતી આપતી વેબ સાઇટ શરૂ કરી છે. આ સાઇટ ખાસ શૈક્ષણિક જરૂરિયાતો ધરાવતા અને અસક્ષમ (SEND) બાળકોના માતાપિતાને સલાહ અને સમર્થન આપશે.  આ યોજના ઓટમમાં શરૂ થશે.