ED raids against US company Franklin Templeton
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસની તપાસમાં અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ કંપની ફ્રેન્કલિન ટેમ્પલ્ટન સામે કેટલાંક સ્થળોએ ગુરુવારે સર્ચ કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસમાં ભૂતપૂર્વ અને વર્તમાન એક્ઝિક્યુટિવ્સને આવરી લેવાયા હતા. તપાસ એજન્સી કંપની અને તેના પ્રમોટર્સ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ વધુ પુરાવા એકત્ર કરવા સક્રિય છે. કંપનીના મુંબઇ અને ચેન્નાઇ ખાતેના ઓફિસ અને રહેણાક સંકુલોની તપાસ કરવામાં આવી રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે, તે તપાસમાં સહકાર આપી રહી છે.

ફ્રેન્કલિન ટેમ્પલ્ટને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે તમામ નિયમનકર્તા અને કાનૂની ઓથોરિટીને સહયોગ આપી રહ્યા છીએ. અમે તેમણે માંગેલો તમામ ડેટા અને માહિતી પૂરી પાડી છે.” ફ્રેન્કલિન ટેમ્પલ્ટને એપ્રિલ ૨૦૨૦માં મહામારીને કારણે તરલતાની સમસ્યા દર્શાવી રૂ,૨૫,૦૦૦ કરોડની સંચાલન હેઠળની એસેટ્સ (AUM) અને ૩ લાખ રોકાણકારો ધરાવતી છ ડેટ સ્કીમ્સ બંધ કરી દીધી હતી. તેને લીધે નવેમ્બર ૨૦૨૦માં સેબીએ કંપનીને નોટિસ ફટકારી હતી. આખરે કંપનીને રૂ.૫ કરોડની પેનલ્ટી ચૂકવવા તેમજ ૨૨ મહિનામાં ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને એડવાઇઝરી ફી તરીકે એકત્ર કરેલા રૂ.૪૫૦ કરોડ પરત કરવા જણાવાયું હતું.

LEAVE A REPLY