નેશન હેરાલ્ડ વર્તમાનપત્ર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નવેસરથી સમન્સ ઇશ્યૂ કરીને 13 જૂન હાજર થવાની તાકીદ કરી છે. અગાઉ ઇડીએ 2 જૂને નવી દિલ્હીમાં આ તપાસ એજન્સી સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનું સમન્સ આપ્યું હતું, પરંતુ રાહુલ ગાંધીએ વિદેશમાં હોવાથી નવી તારીખ માગી હતી.
ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને 8 જૂન હાજર થવાનું ફરમાન કર્યું છે. સોનિયા ગાંધી ગુરુવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે કોંગ્રેસે જણાવ્યું છે કે તેઓ નિર્ધારિત તારીખ ઇડી સમક્ષ હાજર થવા માટે પ્રતિબદ્ધ છે. આ કેસ નેશનલ હેરાલ્ડ વર્તમાનુપત્રની માલિક કંપની યંગ ઇન્ડિયામાં થયેલા ભ્રષ્ટાચાર સંબંધિત છે.