Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

ભારતની સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે સવર્ણોમાં આર્થિક પછાત વર્ગ (EWS)ને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા અનામતની જગ્યાએ સ્કોલશીપ જેવા વિવિધ સકારાત્મક પગલાં મારફત તેમની સ્થિતિમાં સુધારો કરી શકાય છે. અનામત શબ્દના સામાજિક અને આર્થિક સશક્તિકરણ જેવા અલગ-અલગ સૂચિતાર્થ છે અને તે સદીઓથી વંચિત હોય તેવા વર્ગના લોકો માટે છે.

ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય ખંડપીઠે જણાવ્યું હતું કે જ્ઞાતિ અને વ્યવસાયને કારણે સદીઓથી કલંકિત રહ્યાં છે તેમને અનામત આપવામાં આવે છે અને સવર્ણ વર્ગને અનામતના મુદ્દામાં પડ્યા વગર સ્કોલરશીપ અને મફત શિક્ષણ જેવી સુવિધા આપી શકાય છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે અન્ય અનામતોની વાત છે ત્યારે તે વંશ સાથે જોડાયેલી છે. પછાતપણુ કોઇ કામચલાઉ બાબત નથી. તે સદીઓ અને પેઢીઓથી ચાલતું આવે છે. પરંતુ આર્થિક પછાતપણ કામચલાઉ હોઇ શકે છે.

સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ EWSને 10 ટકા ક્વાટાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે એસી, એસટી અને ઓબીસી માટે ઉપલબ્ધ 50 ટકા અનામતને પ્રભાવિત કર્યા વગર 10 ટકા ક્વોટા આપવામાં આવ્યો છે. કોઇપણ બંધારણીય સુધારાને એ સ્થાપિત કર્યા વગર રદ ન કરી શકાય છે કે તેનાથી બંધારણના પાયાના માળખાનું ઉલ્લંઘન થયું છે. પ્રતિપક્ષ એ વાતનો પણ ઇનકાર કરી રહ્યો નથી કે બિનઅનામત વર્ગમાં સંધર્ષ કરી રહેલા અથવા ગરીબી સામે ઝઝુમી રહેલા લોકોને કોઇ સહારોની જરૂર છે. આ અંગે કોઇ આશંકા નથી. આ કેસની વધુ સુનાવણી 27 સપ્ટેમ્બરે થશે.

LEAVE A REPLY