તા. 31 ઑગસ્ટના રોજ સમાપ્ત થનારી સ્કીમ ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ યોજનાએ કોરોનાવાયરસ સંકટથી સપડાયેલા હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીને ખૂબ જ જરૂરી વેગ આપ્યો છે. આ યોજનાની લોકપ્રિયતાને કારણે કેટલીક રેસ્ટોરંટ્સે આ યોજનાને લંબાવવાનો નિર્ણય કરી ડિસ્કાઉન્ટેડ ડાઇનીંગની ઓફરને વધારી છે. જો કે હવેથી આ ડિસ્કાઉન્ટનો ખર્ચો પોતે ભોગવવો પડશે. સપ્ટેમ્બરમાં, ગ્રાહકો હાર્વેસ્ટર, ટોબી, સ્ટોનહાઉસ પિઝા એન્ડ કાર્વેરી, ટેસ્કો કાફે, બિલ્સ, પિઝા હટ અને પ્રેઝોની દેશવ્યાપી ચેઇનમાં ઘટાડેલા ભાવે જમી શકશે.
ઋષી સુનકની નવિનતમ યોજનાએ લોકોને રેસ્ટોરાં, બાર અને કાફેમાં પાછા લાવ્યા છે. આ યોજનાથી કોરોનાવાયરસ સંકટથી સપડાયેલા હોસ્પિટાલીટી બિઝનેસને ખૂબ જ જરૂરી પ્રોત્સાહન મળશે. એક જ મહિનામાં કુલ 64 મિલિયનથી વધુ ભોજનનો દાવો કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત ઓગસ્ટમાં સોમવારથી બુધવાર સુધી રેસ્ટોરંટ્સમાં ભોજન અને આલ્કોહોલિક પીણા પર માથા દીઠ મહત્તમ £10 સુધીની છૂટ આપવામાં આવી હતી.
હાર્વેસ્ટર, સ્ટોનહાઉસ પિઝા એન્ડ કાર્વેરી, ટોબી કાર્વેરી દ્વારા સપ્ટેમ્બરના પહેલા બે અઠવાડિયામાં સોમવારથી બુધવાર સુધી મેઇન મીલ પર 50% ડિસ્કાઉન્ટ આપશે. પ્રેઝો ચેઇન સપ્ટેમ્બરમાં સોમવારથી બુધવાર સુધી £10માં ટુ-કોર્સ સેટ મેનૂ ઓફર કરશે. જ્યારે પિઝા હટ તે જ દિવસોમાં મેઇન મીલમાં 2 ફોર 1 ડીલ આપશે. ટેસ્કો કાફે પાસે 50%નું સંપૂર્ણ ડિસ્કાઉન્ટ કોઈ મર્યાદા વિના આખો મહિનો આપશે.
આ યોજનાની સફળતાની પ્રશંસા કરનાર ફેડરેશન ઑફ સ્મોલ બિઝનેસે આ યોજનાને સપ્ટેમ્બર સુધી વધારવા હાકલ કરી છે. ડિલિવરૂ આખા સપ્ટેમ્બરમાં સપ્તાહના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન £20 ખરીદી પર £5નું ડિસ્કાઉન્ટ આપનાર છે. જેમાં 16,000 લોકલ રેસ્ટોરાં શામેલ થશે અને ડિસ્કાઉન્ટ લાગુ કરવા માટે ગ્રાહકોને એક કોડ આપવામાં આવશે.
ચાન્સેલર ઋષિ સુનકે જણાવ્યું હતું કે “હોસ્પિટાલીટી ક્ષેત્ર માટે લોકડાઉન દરમિયાન અને પછીથી અતિ મુશ્કેલ સમય રહ્યો છે. લોકડાઉન દરમ્યાન હજારો રેસ્ટોરન્ટ્સ અને કાફે બંધ થવા મજબૂર થયા હતા.