તા. 3 ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ લંડનની મે ફેર હોટેલ ખાતે કલા, સર્જનાત્મકતા અને મીડિયા ઇન્ડસ્ટ્રીમાં વ્યાપેલી સાઉથ એશિયન સમુદાયની વિવિધ કલાત્મક પ્રતિભાની ઉજવણી કરી તેમની સિદ્ધિઓને ઓળખ આપી ફિલ્મ, સંગીત, થિયેટર અને મનોરંજન ઉદ્યોગની અગ્રણી હસ્તીઓને ઈસ્ટર્ન આઈના છઠ્ઠા વાર્ષિક આર્ટસ, કલ્ચર એન્ડ થિયેટર એવોર્ડ્સ (ACTAs) સમારોહમાં ટોચના 18 એવોર્ડ એનાયત કરાયા હતા. ઇસ્ટર્ન આઇના પબ્લિકેશન ગૃપ એશિયન મીડિયા ગ્રૂપ દ્વારા આયોજીત એવોર્ડ સમારોહમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર સુજીત ઘોષે કલા સાથે સંકળાયેલા સમુદાય અને વિવિધ સંસ્કૃતિઓ અને દેશોને એક કરવાના ઇસ્ટર્ન આઇના પ્રયાસોની સરાહના કરી હતી. 2016માં શરૂ કરાયેલ આ કાર્યક્રમમાં સાંસદો, પીયર્સ, કલા સંસ્થાઓ અને બિઝનેસ લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા.
મૂળ સપ્ટેમ્બર 2022માં યોજાનાર આ કાર્યક્રમ મહારાણી અને એએમજીના સહ-સ્થાપક પાર્વતીબેન સોલંકીના નિધનને પગલે મુલતવી રાખવામાં આવ્યો હતો.
વિખ્યાત સંગીતકાર નીતિન સાહનીને ટોચનો એવોર્ડ ‘ધ ઇસ્ટર્ન આઇ આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટુ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી’ એનાયત કરાયો હતો. સાહનીનું નવીનતમ આલ્બમ ‘ઇમિગ્રન્ટ્સ’ આધુનિક બ્રિટનમાં વસાહતીઓની ઓળખની જટિલતાઓને રજૂ કરે છે.
તેમણે કહ્યું હતું કે “મારા છેલ્લા આલ્બમને ખાસ કારણોસર ‘ઇમિગ્રન્ટ્સ’ કહેવાયું હતું. આપણે એવા દેશમાં રહીએ છીએ, જે સ્થાનિક જાતિવાદ માટે દોષિત છે, તમે તે હંમેશા સ્વીકારી શકતા નથી. પરંતુ તે દરેક જગ્યાએ છે; આપણે બધા તેની સાથે મોટા થયા છીએ અને તે ત્યાં અસ્તિત્વમાં છે. સતત પડકાર સંગીત બનાવવા પ્રેરે છે જે સુસંગત છે, અને તે હૃદયથી બોલે છે અને સાચું પણ છે, અને તમે જે માનો છો તેની સાથે ચાલે છે.’’
આ સમારોહમાં અભિનેત્રી અંજના વાસન, કલાકાર ચિલા બર્મન, દિગ્દર્શક ઇન્ધુ રુબાસિંઘમ અને લેખક-કૉલમિસ્ટ સથનામ સંઘેરા સહિત અન્ય 18 વિજેતાઓને સન્માન અપાયા હતા.
ઈસ્ટર્ન આઈના એડિટર એટ લાર્જ અમીત રોયે બ્રિટિશ એશિયનોને ડીસીઝન મેકર્સ બનવા હાકલ કરતાં જણાવ્યું હતું કે “ACTA ની સ્થાપના આંશિક રીતે કરાઇ હતી કારણ કે અમને લાગ્યું હતું કે બ્રિટિશ એશિયન કલાકારોને તેઓ જેના માટે લાયક છે તેવી માન્યતા મળતી
નથી. અમે જાણીએ છીએ કે ત્યાં પ્રગતિ થઈ છે. પરંતુ કદાચ આપણે બ્રિટિશ એશિયન કલાકારોથી થોડું આગળ વધવાની જરૂર છે અને બ્રિટિશ એશિયનોએ પોતે જ કમિશનિંગ રોલમાં જવાનો સમય આવ્યો છે.’’
ચિલા કુમારી બર્મને લંડનના કોવેન્ટ ગાર્ડનમાં નિયોન અને મેઘધનુષ્યના રંગો અને ભારતીય મોટિફ્સ દર્શાવતા, ‘ડુ યુ સી વર્ડ્ઝ ઇન રેઇન્બો’ માટે ‘ઈસ્ટર્ન આઈ એવોર્ડ ફોર આર્ટસ’ જીત્યો હતો.
ઉર્જા દેસાઈ ઠાકોરને ગુજરાતના ઉત્તરાયણ ઉત્સવ દ્વારા જીવનમાં અસમાનતાઓને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરતા કામ, ‘કટ્ટમ – કટ્ટી’ માટે ‘ઈસ્ટર્ન આઈ એવોર્ડ ફોર ડાન્સ’ અપાયો હતો.
યુગાન્ડામાંથી વિસ્થાપિત થયેલા એશિયનોના આગમનના 50 વર્ષને ચિહ્નિત કરાયા તે પ્રસંગની થીમ પોતાના પુસ્તક ‘વી આર ઓલ બર્ડ્સ ઓફ યુગાન્ડા’માં દર્શાવનાર લેખિકા હાફસા ઝયાન અને ‘કોલોલો હિલ’ લખનાર નીમા શાહને ને ‘ઈસ્ટર્ન આઈ એવોર્ડ ફોર ફિક્શન’ સંયુક્ત રીતે એનાયત કરાયો હતો.
ધ ટાઈમ્સ માટે લખતા વિખ્યાત લેખક સંઘેરાને તેમના પુસ્તક, ‘એમ્પાયરલેન્ડઃ હાઉ ઈમ્પીરિયલિઝમ હેઝ્ડ મોડર્ન બ્રિટન’ માટે ‘ઈસ્ટર્ન આઈ એવોર્ડ ફોર નોન-ફિક્શન’ અપાયો હતો. આ પુસ્તક બ્રિટિશ વિચારો અને સામ્રાજ્ય દરમિયાન કલ્પના કરાયેલા વિચારો અને તે આધુનિક બ્રિટનને કેવી રીતે આકાર આપે છે તે રજૂ કરે છે.
એશિયન ફોટોગ્રાફીના પ્રણેતાઓમાંના એક, કોવેન્ટ્રીના સ્વર્ગસ્થ મગનભાઈ ‘માસ્ટરજી’ પટેલને મરણોત્તર, ‘ઈસ્ટર્ન આઈ એવોર્ડ ફોર ફોટોગ્રાફી’ એનાયત કરી સન્માનિત કરાયા હતા. જજીસે બ્રિટિશ સાઉથ એશિયનોની અનુગામી પેઢીઓની વાર્તાઓને રજૂ કરતા ‘માસ્ટરજી’ના વિઝ્યુઅલ આર્કાઇવને શ્રદ્ધાંજલિ આપી હતી.
એલબીસી પ્રેઝન્ટર અને રેડિયો સ્ટેશન પર પોતાનો શો ધરાવનાર તથા ત્રણ મિલિયન શ્રોતાઓ અને દર્શકોને આકર્ષતા શો બદલ પ્રથમ એશિયન મહિલા રેડિયો પ્રેઝન્ટર સંગીતા મિસ્કાને ઈસ્ટર્ન આઈ એવોર્ડ ફોર બેસ્ટ પ્રેઝન્ટર’ અપાયો હતો.
કઠપૂતળીથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરનાર વેસ્ટ એન્ડ પ્રોડક્શન ‘લાઇફ ઓફ પાઇ’ને ‘ઇસ્ટર્ન આઇ એવોર્ડ ફોર બેસ્ટ પ્રોડક્શન’ અપાયો હતો. તેના મુખ્ય કલાકાર, હિરેન અબેસેકેરાએ ‘ઈસ્ટર્ન આઈ એવોર્ડ ફોર થિયેટર અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો.
સાઇમન ફ્રેન્ડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ્ડ અને યાન માર્ટેલની બુકર પ્રાઈઝ વિજેતા ભારતીય છોકરા, પાઇ પટેલ (અબેસેકેરા દ્વારા ભજવવામાં આવેલ) અને ટોકીંગ સર્કસ ટાઈગર વિશેની નવલકથાને લેખિકા લોલિતા ચક્રવર્તી દ્વારા સ્ટેજ માટે રૂપાંતરિત કરાઇ હતી અને હવે તેને યુ.એસ.માં રજૂ કરવામાં આવશે.
રુબાસિંઘમને નેશનલ થિયેટર ખાતે ‘ધ ફાધર એન્ડ ધ એસેસિન’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે પસંદ કરાયા હતા, જ્યારે આયેશા ધારકરે તે જ નાટકમાં તેની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રી (થિયેટર) માટે ગોંગ જીત્યો હતો. મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસેનું કાલ્પનિક નાટકીયકરણ કરાયું હતું.
ફિલ્મ, ટીવી અને ડ્રામા કેટેગરીમાં, સાગર રાડિયાએ ‘BBC ડ્રામા ઇન્ડસ્ટ્રી’ અને ‘ITVની ધ ગુડ કર્મા હોસ્પિટલ’ની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો.
અંજના વાસનને બીબીસી સિરીઝ ‘કિલિંગ ઈવ’ અને ચેનલ 4ની ‘વી આર લેડી પાર્ટ્સ’માં તેની ભૂમિકાઓ માટે ફિલ્મ, ટીવી અને ડ્રામા કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાયો હતો.
બાળકોના નાટક, ‘જબાલા એન્ડ ધ જીન’ માટે આસિફ ખાનને ઈસ્ટર્ન આઈ એવોર્ડ ફોર શ્રેષ્ઠ સ્ક્રિપ્ટરાઈટર’ મળ્યો હતો.
નવી Ms માર્વેલ શ્રેણીમાં કામરાનનું પાત્ર ભજવતા, જેનું પ્રીમિયર ગયા વર્ષે જૂનમાં થયું હતું – તે અભિનેતા રિશ શાહને ‘ધ ઈસ્ટર્ન આઈ ઇમર્જિંગ આર્ટિસ્ટ’ તરીકે નામ અપાયું હતું. એક વિડિયો સંદેશમાં, તેણે કહ્યું હતું કે, “મને આ સમુદાયનો ભાગ હોવાનો ખરેખર ગર્વ છે જે વધુ સારા પ્રતિનિધિત્વ માટે લડી રહ્યાં છે. હું કામ કરવાનું ચાલુ રાખવાની આશા રાખું છું જે એક સમુદાય તરીકે આપણને ગર્વ આપે છે.’’
સંસ્થાનવાદ અને ગુલામ વેપારની ઐતિહાસિક કડીઓ શોધવાના તેના કાર્ય માટે, નેશનલ ટ્રસ્ટે ઈસ્ટર્ન આઈ કોમ્યુનિટી એન્ગેજમેન્ટ એવોર્ડ જીત્યો હતો.
એવોર્ડ્ઝના જજીસે નેશનલ ટ્રસ્ટના 115-પાનાના ‘એડ્રેસીંગ અવર હિસ્ટ્રીઝ ઓફ કોલોનીએલીઝ એન્ડ હિસ્ટોરીક સ્લેવરી’’ નામના અહેવાલની પ્રશંસા કરી હતી. જે દર્શાવે છે કે તેની 500 ઐતિહાસિક મિલકતોમાંથી 93 મિલ્કતો વસાહતી લૂંટ અથવા ગુલામ વેપારની આવકથી બનાવવામાં આવી હતી. આત્યંતિક દબાણ હોવા છતાં, નેશનલ ટ્રસ્ટ સત્ય બોલવામાં શરમાયું ન હતું.
‘ઈસ્ટર્ન આઈ એવોર્ડ ફોર મ્યુઝિક’ ગાયક-ગીતકાર અને સંગીતકાર સ્વાતિ નાટેકરને આપવામાં આવ્યો હતો જેમણે સાહની, નિરજ ચાગ અને જકાત્તા અમેરિકન ડ્રીમ તેમજ ઝાકિર હુસૈન, તલવિન સિંહ, સોનુ નિગમ અને મુઝફ્ફર અલી સાથે કામ કર્યું છે.
આ વર્ષનો ઈસ્ટર્ન આઈ એડિટર્સ સ્પેશિયલ એવોર્ડ બ્રિટિશ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટને તેની સત્યજીત રે સિઝન માટે આપવામાં આવ્યો હતો, જેને સંગીતા દત્તા દ્વારા ક્યુરેટ કરવામાં આવી હતી. જેમાં રેની પ્રખ્યાત ફિલ્મ ‘પાથેર પાંચાલી’ ટ્રાયોલોજી સહિત 37 ફિલ્મોનું સ્ક્રીનિંગ જોવા મળ્યું હતું.
બીબીસી પ્રસ્તુતકર્તા નિહાલ અર્થનાયકે દ્વારા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું.
(All Photos by Bhupendra Sinh Jethwa)