અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ગુરુવાર, 5 જાન્યુઆરીએ 5.9ની તીવ્રતાનો ભૂકંપ પછી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં એક સપ્તાહમાં બીજી વખત આંચકા અનુભવાયા હતા. રાજધાની કાબુલ સહિત દેશના ભાગોમાં જોરદાર ધ્રુજારીનો અનુભવ થયો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ સપાટીથી 200 કિલોમીટર નીચે ઉંડાઈએ હતું. રાત્રે લગભગ 8 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.કોઈ ઈજા કે નુકસાનના કોઈ અહેવાલ મળ્યા ન હતા. ગયા વર્ષે, પૂર્વી અફઘાનિસ્તાનમાં 6.1 તીવ્રતાના ભૂકંપે વિનાશ વેર્યો હતો, જેમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)ના જણાવ્યા અનુસાર અગાઉ, રવિવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાનના હિંદુ કુશ પ્રદેશમાં સાંજે લગભગ 7.55 કલાકે 5.9ની તીવ્રતા સાથેનો ભૂકંપ આવ્યો, એમ નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીએ ટ્વીટમાં જણાવ્યું હતું.