સૌરાષ્ટ્રમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના 3 આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ મળ્યા ન હતા.. તાલાલામાં મોડી રાત્રે 1.12 મિનિટે અને વહેલી સવારે 2.0 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જ્યારે મોરબીમાં વહેલી સવારે 6.57 વાગ્યે ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો. જેથી કેટલાક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તાલાલાથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું, જ્યારે મોરબી જિલ્લામાં મોરબીથી 12 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.